T20I ind vs sl cricket match India Won by 6 Wicket
IND VS SL /
6 વિકેટથી ભારતનો વિજય, 3-0થી સીરીઝ જીતી શ્રીલંકાને કર્યો ક્લીન સ્વીપ, શ્રેયસ જીતના હીરો
Team VTV10:42 PM, 27 Feb 22
| Updated: 10:44 PM, 27 Feb 22
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ T20મેચની અંતિમ મેચમાં ભારતે જીત મેળવીને શ્રીલંકા વિરૂદ્ધ સીરીઝ ક્લીન સ્વીપ કરી લીધી છે.
ત્રીજી T20 મેચમાં 6 વિકેટથી ભારતની જીત
ભારતે 3-0થી ટી-20 સીરીઝ પોતાના નામે કરી
શ્રેયસ અય્યરના કમાલે જીત્યું ભારત
ત્રણ મેચની આ સીરીઝમાં ભારતે ત્રણેય મેચ જીતી અને રેકૉર્ડ બનાવી લીધો. આ ટીમ ઇન્ડિયાની સતત ત્રીજી ક્લીન સ્વીપ સીરીઝ છે, જ્યારે રવિવારે રમાયેલા આ મુકાબલામાં જીતની સાથે જ ભારતે સતત 12 ટી-20 જીતી છે.
શ્રીલંકાએ આ મેચમાં ભારતને 147 રનોનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે 4 વિકેટ ગુમાવીને જ હાંસલ કરી લીધો. ટીમ ઇન્ડિયાએ માત્ર 16.5 ઓવરમાં જ આ લક્ષ્યને મેળવી લીધો. એકવાર ફરી શ્રેયસ અય્યર જીતના હીરો નિકળ્યા. શ્રેયસે સીરીઝમાં સતત ત્રીજી વખત ફિફ્ટી લગાવી અને પોતાની ટીમને જીત અપાવી.
આ મુકાબલામાં કેપ્ટન રોહિત શર્માનું બેટ ન ચાલ્યું અને સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી બેઠા. રોહિત 5 રન બનાવીને આઉટ થયા, ત્યારબાદ સંજૂ સેમસન પણ 18 રન બનાવીને આઉટ થયા. દીપક હુડ્ડા(21), વૈંકટેશ અય્યર(5) રન બનાવીને આઉટ થયા. પરંતુ ફરી એક વાર છેલ્લી મેચની વિનિંગ જોડીએ ટીમ ઇન્ડિયાને જીત અપાવી. રવિન્દ્ર જાડેજા 22 રન બનાવીને અણનમ રહ્યા.