બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / T20 વર્લ્ડ કપમાં લહેરાતા રાષ્ટ્રધ્વજ બન્યા સુરતમાં, કરાયો પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગ, જુઓ photos

photo-story

6 ફોટો ગેલેરી

ગૌરવ / T20 વર્લ્ડ કપમાં લહેરાતા રાષ્ટ્રધ્વજ બન્યા સુરતમાં, કરાયો પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગ, જુઓ photos

Last Updated: 03:37 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સુરત શહેરમાં તૈયાર કરાયેલા વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. T20 વર્લ્ડકપમાં મેચ પહેલા ગ્રાઉન્ડમાં વિશાળ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવે તે સુરતમાં બન્યા છે. સુરતના ઉદ્યોગપતિ પ્રવીણ ગુપ્તાએ વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું કંઈક નવીન ઉદાહરણ સમગ્ર વિશ્વને પૂરું પાડ્યું છે.

1/6

photoStories-logo

1. રાષ્ટ્રધ્વજ બન્યા સુરતમાં

T20 વર્લ્ડકપમાં મેચ પહેલા ગ્રાઉન્ડમાં વિશાળ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવે તે સુરતમાં બન્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ કરીને 20 જેટલા રાષ્ટ્રધ્વજો બનાવી પ્રવીણ ગુપ્તાએ વિશ્વને મેસેજ આપ્યો છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જે રીતે પ્લાસ્ટિકનું રિસાયકલ કરી તેનું યાર્ન બનાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 20 દેશોના ધ્વજ બનાવ્યા

તેમાંથી 20 દેશો માટે રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા છે, જ્યારે કોઈ મેચની શરૂઆત થાય ત્યારે બંને દેશોની ટીમોના રાષ્ટ્રધ્વજ ગ્રાઉન્ડમાં ખોલવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ખોલવા માટે 54 જેટલા લોકોની જરૂર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ખૂબ જ મોટા હોય છે આ ધ્વજ

આ વિશાળકાય રાષ્ટ્રધ્વજ સુરતમાં બનાવવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે હાલમાં T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેમાં 20 દેશોએ ભાગ લીધો છે. તો આ 20 દેશોના ધ્વજ અમે બનાવ્યા છે. આ 35 મીટર x 20 મીટરની સાઈઝના છે. આટલો મોટો ધ્વજ સ્ટેડિયમમાં ખુલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રિસાયકલ યાર્નમાંથી બનાવ્યા છે ધ્વજ

આ બધા જ ધ્વજ બનાવવામાં પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલ કરીને બનાવવામાં આવેલું યાર્ન વાપરવામાં આવ્યું છે. આ યાર્નમાંથી કાપડ બનાવવામાં આવ્યું છે. અને પછી કાપડમાંથી ધ્વજ બનાવવાનું કામ સુરતમાં કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઓર્ડર પૂરો કરતા લાગ્યો એક મહિનાનો સમય

આ આખો આટલો મોટો ઓર્ડર પૂરો કરતા એક મહિના જેટલો સમય લાગ્યો છે. જે કામ માટે 6 ટીમો લાગેલી હતી. અગાઉ પણ વર્લ્ડકપ માટે ધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો અને આ વખતે પણ આ ઓર્ડર મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ખુશી અને ગર્વની ક્ષણ

આ ખૂબ જ ખુશીની અને ગર્વની વાત છે કે અમે, આપણા સુરતમાં, આપણા ગુજરાતમાં, આપણા દેશે આટલા મોટા ધ્વજને બનાવીને અમેરિકા મોકલ્યા. અમેરિકાના સ્ટેડિયમમાં ભારતનો રાષ્ટ્રધ્વજ આખા વિશ્વએ જોયો. એ અમારા બધા માટે ગર્વની વાત છે. આ સુરત માટે ગર્વની વાત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Plastic Waste Surat National Flags

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ