બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:10 AM, 6 October 2024
ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂન 2024ના રોજ દક્ષિણ આફ્રિકાને હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમની જીત બાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલની ઇનિંગ્સ, બુમરાહ, હાર્દિકની બોલિંગ અને સૂર્યકુમાર યાદવના કેચના ખૂબ વખાણ થયા હતા પણ પંત વિશે કોઈ ચર્ચા થઈ ન હતી. હવે આ ઘટનાના લગભગ 3 મહિના બાદ કેપ્ટન રોહિત શર્માએ આ વિકેટકીપર બેટ્સમેનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
Rohit Sharma said, "when South Africa needed 26 from 24 balls, there was a small break. Rishabh Pant used intelligence to pause the game. He had his knee taped, which helped to slow down the game. Which helped to break the rhythm of the batters. That was one of reason for our… pic.twitter.com/9gs8JQsFdg
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2024
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં એક વાતચીત દરમિયાન રોહિત શર્માએ જણાવ્યું કે એમને વર્લ્ડ કપ ફાઈનલની હારેલી મેચ કેવી રીતે જીતી હતી. એ સમયે મેચ એવા તબક્કે પહોંચી ગઈ હતી જ્યારે એવું લાગી રહ્યું હતું કે કદાચ ટીમ ઈન્ડિયા હારી જશે પરંતુ રોહિત શર્માના મતે ઋષભ પંતની રણનીતિને કારણે એ મેચ જીતી હતી.
ADVERTISEMENT
એ સમયે એવી પરિસ્થિતિ હતી કે દક્ષિણ આફ્રિકાને છેલ્લી પાંચ ઓવરમાં 30 રનની જરૂર હતી અને વિકેટ પણ હાથમાં હતી. હેનરિક ક્લાસેન જેવો મજબૂત બેટ્સમેન ક્રિઝ પર હતો અને તે સમયે ટીમ ઈન્ડિયા ચિંતિત હતી. આ વિશે રોહિત શર્માએ કહ્યું કે, 'એ સમયે પંતની રણનીતિ કામ કરી ગઈ.'
રોહિત શર્માએ કહ્યું, 'જ્યારે દક્ષિણ આફ્રિકાને 24 બોલમાં 26 રનની જરૂર હતી, ત્યારે એક નાનો બ્રેક હતો. પંતે રમતને રોકવા માટે થોડી રણનીતિ અપનાવી અને તેના ઘૂંટણ પર પટ્ટો લગાવ્યો હતો અને રણનીતિએ રમતને ધીમી કરવામાં મદદ કરી હતી. આ કારણે બેટ્સમેનોની લય બગડી ગઈ અને આ અમારી જીતનું મુખ્ય કારણ હતું.'
જાણીતું છે કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીના 76 રનની ઇનિંગની મદદથી 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. તેની સામે દક્ષિણ આફ્રિકા 8 વિકેટે 169 રન બનાવી શકી અને 7 વિકેટે મેચ હારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.