બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચશે ભારત! પોઈન્ટ ટેબલમાં આ નંબર પર ટીમ ઈન્ડિયા

T20 World Cup / T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચશે ભારત! પોઈન્ટ ટેબલમાં આ નંબર પર ટીમ ઈન્ડિયા

Last Updated: 12:24 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની મેચો બાદ હવે સુપર-8 મેચો રમાઈ રહી છે. સુપર-8માં પહોંચેલી દરેક ટીમે એક-એક મેચ રમી છે. આ મેચો બાદ સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની મેચો બાદ હવે સુપર-8 મેચો રમાઈ રહી છે. સુપર-8માં પહોંચેલી દરેક ટીમે એક-એક મેચ રમી છે. આ મેચો બાદ સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ભારત, ઓસ્ટ્રેલિયા જેવી ટીમો પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિમાં છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન જેવી ટીમો પર દબાણ વધ્યું છે. ચાલો જોઈએ કે સુપર-8ની 4 મેચો પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે.

T20 World Cup

ગ્રૂપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ રમશે

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 તબક્કામાં 8 ટીમો પહોંચી ગઈ છે. આ 8 ટીમોમાંથી 4 ટીમોને ગ્રુપ વનમાં રાખવામાં આવી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ગ્રુપ-1માં છે. ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા છે. દરેક ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

australia

ભારત-ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી, વેસ્ટ ઈન્ડિઝ હાર્યું

સુપર-8માં માત્ર 4 મેચ જ થઈ છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચમાં અમેરિકાને હરાવ્યું હતું. આ પછી ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. સુપર-8ની ત્રીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. ચોથી મેચ ઓસ્ટ્રેલિયાના નામે હતી, જેમાં તેણે બાંગ્લાદેશને હરાવ્યું હતું.

T20-World-Cup-trophy

ઓસ્ટ્રેલિયા નેટ રન રેટમાં ભારત કરતા આગળ

હવે પોઈન્ટ ટેબલમાં ગ્રુપ-1માં ભારત અને ઓસ્ટ્રેલિયાના 2-2 પોઈન્ટ છે. પરંતુ સારા રન રેટના કારણે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે અને ભારત બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો રન રેટ 2.471 છે. ભારતનો રન રેટ 2.350 છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ હજુ ખાતું પણ ખોલાવી શક્યા નથી.

વધુ વાંચો : 3 દેશોની ટીમ ક્રિકેટ રમવા ભારત આવશે, BCCIએ જાહેર કર્યો આખો કાર્યક્રમ

અમેરિકા ત્રીજા, વેસ્ટ ઈન્ડિઝ ચોથા ક્રમે

ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ પ્રથમ અને દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે. જો કે આ બંને ટીમોના પોઈન્ટ સમાન છે, પરંતુ રન રેટના કારણે ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે. તેનો રન રેટ 1.343 છે. દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ અને 0.900 રન રેટ સાથે બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાએ હજુ ખાતું ખોલ્યું નથી. નેટ રન રેટમાં, અમેરિકા (-0.900) વેસ્ટ ઈન્ડિઝ (-1.343) કરતાં વધુ સારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Super8 T20WorldCup2024 T20WorldCup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ