બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / USA vs IRE: અંતે પાકિસ્તાને બોરિયા બિસ્તરા પકડવાના દહાડા આવ્યાં, T20 વર્લ્ડકપમાંથી OUT, સુપર 8માં અમેરિકાની એન્ટ્રી

T20 વર્લ્ડકપ / USA vs IRE: અંતે પાકિસ્તાને બોરિયા બિસ્તરા પકડવાના દહાડા આવ્યાં, T20 વર્લ્ડકપમાંથી OUT, સુપર 8માં અમેરિકાની એન્ટ્રી

Last Updated: 11:35 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ટીમે ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ હતી.

T20 World Cup 2024: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે શુક્રવારે આજે (14 જૂન) મેચ યોજાવાની હતી, જે વરસાદને કારણે રમાઈ શકી નથી. વરસાદના કારણે આ મેચ રદ્દ થતાં યુએસએ સુપર 8માં સ્થાન મેળવ્યું છે. વરસાદના કારણે પાકિસ્તાનની ટીમની આશાઓ પર પાણી ભરી વળ્યું છે. પાકિસ્તાનની સાથે કેનેડા અને આયર્લેન્ડની ટીમો પણ સુપર 8ની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે.

વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો

આ મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ વરસાદ બાદ મેદાનની સ્થિતિ એટલી ખરાબ હતી કે ટોસ પણ કરવામાં આવ્યું ન હતું. સુપર 8માં પહોંચનારી અમેરિકા છઠ્ઠી ટીમ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ચૂક્યા છે. એટલે કે અત્યાર સુધીમાં છ ટીમ સુપર 8માં પહોંચી ગઈ છે અને માત્ર બે જ સ્થાન બાકી છે.

Website_Ad_1200_1200_color_option.width-800

જાણો પોઈન્ટનો સિનારીયો

તમને જણાવી દઈએ કે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઈ જવાને કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા છે. આ સ્થિતિમાં અમેરિકન ટીમે 5 પોઈન્ટ મેળવીને સુપર-8 માટે ક્વોલિફાય કર્યું છે. હવે જો પાકિસ્તાની ટીમ તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે જીતે તો પણ તે માત્ર 4 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે.

વાંચવા જેવું: ભારતમાં જન્મ, USમાં એન્જિનિયર... કોણ છે સૌરભ નેત્રવલકર? જેને રોહિત-વિરાટને કર્યા પવેલિયન ભેગાં

ભારત ક્વોલિફાય છે

હાલમાં ભારતીય ટીમ ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે અને સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. જ્યારે અમેરિકન ટીમ 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને તેણે સુપર 8માં પણ એન્ટ્રી લીધી છે. અમેરિકાએ પાકિસ્તાન અને કેનેડાને હરાવ્યું હતું, જ્યારે તે ભારતથી પણ હારી ગયેલું છે. પાકિસ્તાનની ટીમ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે આ પછી આવે છે કેનેડા અને આયર્લેન્ડ.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 USA vs IRE USA vs IRE T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ