બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઓસ્ટ્રેલિયા કે ભારત નહીં, આ ટીમ છે T20 વર્લ્ડકપની ખતરનાક ટીમ, રિકી પોન્ટિંગનું નિવેદન

સ્પોર્ટ્સ / ઓસ્ટ્રેલિયા કે ભારત નહીં, આ ટીમ છે T20 વર્લ્ડકપની ખતરનાક ટીમ, રિકી પોન્ટિંગનું નિવેદન

Last Updated: 03:30 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે તે ટીમના નામની જાહેરાત કરી છે જે સુપર 8માં ખતરનાક ટીમ સાબિત થઈ શકે છે.

T20 World Cup 2024 સુપર 8 રાઉન્ડમાં પહેલી મેચ સાઉથ આફ્રીકા અને યુએસએની ટીમની વચ્ચે હશે. બન્ને ટીમ પહેલી વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક બીજાના સામે મેચ રમશે. ત્યાં જ આ ખાસ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સાઉથ આફ્રીકી ટીમને લઈને મોટી વાત કહી છે.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

જણાવી દઈએ કે સાઉથ આફ્રીકી ટીમ એક વખત પણ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી નથી જીતી શકી. આઈસીસી રિવ્યૂ પર વાત કરતા પોન્ટિંગે કહ્યું છે કે યુએસએ અને સાઉથ આફ્રીકાની વચ્ચે મેચ ખૂબ જ રોમાંચક થઈ શકે છે.

શું કહ્યું રિકી પોન્ટિંગે?

રિકી પોન્ટિંગે પોતાની વાત કહેતા જણાવ્યું, "હું અમેરિકાની સાથે સાઉથ આફ્રીકાની મેચ જોવા માટે ઉત્સાહિત છું. હું ટૂર્નામેન્ટ પહેલા સાઉથ આફ્રીકી ટીમને ફેવરેટ ટીમ માનતો હતો. નેપાળ અને બાંગ્લાદેશ પર શાનદાર જીતે તેમને ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરી દીધી છે. મને પણ લાગે છે કે તે વાસ્તવમાં એક ખતરનાક ટીમ છે. જો તેમની બેટિંગ ચાલી જશે તો તે આગળ જઈને એક ખતરનાક ટીમ બની જશે."

rickey-2

વધુ વાંચો: ફિટ અને હેલ્ધી રહેવા માટે મલાઇકા અરોરા કરે છે પાવર યોગ, તેના ફાયદા શું? જાણો

આ ઉપરાંત પોન્ટિંગે યુએસએને લઈને પણ વાત કરી અને કહ્યું કે, "આ ટીમે મોટો ફેરફાર કર્યો છે. તેમણે અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે અને તેમને તેનું ફળ પણ મળે છે. યુએસએ અને સાઉથ આફ્રીકાની વચ્ચે મેચમાં જો આફ્રીકી ટીમ 5 ટકા પણ ઓછી જોવા મળશે તો અમેરિકાની ટીમ તેમને પછાડી શકે છે." પોન્ટિંગે એમ પણ કહ્યું કે અત્યાર સુધી આપણે ટૂર્નામેન્ટ માં જે જોયું છે બીજો તબક્કો તેનાથી પણ વધારે રોમાંચક હશે અને હું તેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 રિકી પોન્ટિંગ Ricky Ponting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ