બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આજે ટીમ પાકિસ્તાન વર્લ્ડ કપથી થશે બહાર! ICC જ બચાવી શકશે, બન્યા આકાશી સમીકરણ

T20 World Cup 2024 / આજે ટીમ પાકિસ્તાન વર્લ્ડ કપથી થશે બહાર! ICC જ બચાવી શકશે, બન્યા આકાશી સમીકરણ

Last Updated: 09:01 AM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ ફ્લોરિડામાં રમાશે, જ્યાં હાલમાં ભારે વરસાદ પછી પૂર આવ્યું છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો પાકિસ્તાન આજે જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. તેને બચવા માટે એક જ સહારો ICC બચ્યું છે, જાણો કેવી રીતે.

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. પાકિસ્તાને તેની પહેલી 3 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. ત્યારે હવે તેની છેલ્લી મેચ ફ્લોરિડામાં 16 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. સુપર-8 માટે ક્વોલિફાય થવા માટે પાકિસ્તાને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ સિવાય જો આયર્લેન્ડ તેની છેલ્લી મેચમાં અમેરિકાને હરાવી દે, જો બંને મેચો વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે. પરંતુ એ પહેલા તો પાકિસ્તાન માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની ટીમ આજે 14 જૂને જ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.

આજે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો

ગ્રુપ Aની બાકીની ત્રણ મેચો હવે ફ્લોરિડામાં રમાવાની છે, જ્યાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું છે. ફ્લોરિડામાં ગ્રુપ Aની આગામી મેચ આજે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી બીજા દિવસે એટલે કે 15 જૂને ભારતીય ટીમ અને કેનેડા વચ્ચે ટક્કર થશે. જયારે 16 જૂને પાકિસ્તાન આયર્લેન્ડ સામે રમશે. આમાંથી ભારતની ટીમ પહેલા જ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જયારે બીજી ટીમ માટે અમેરિકા અને પાકિસ્તાન દાવેદાર છે. જો પાકિસ્તાન કે અમેરિકા બંનેમાંથી કોઈ એક પણ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો પાકિસ્તાનની ટીમ માટે ખતરો સાબિત થશે.

ફ્લોરિડામાં પૂર અને ભારે વરસાદની સ્થિતિ

એવામાં બાબર આઝમની કેપ્ટન્સી હેઠળની પાકિસ્તાની ટીમ બહાર થઈ જશે. જણાવી દઈએ કે ઈક્વાડોર અનુસાર આજે (14 જૂન) ફ્લોરિડામાં વરસાદની સંભાવના 99 ટકા સુધી છે. જ્યારે 15મી જૂને 86% અને 16મી જૂને 80% વરસાદની શક્યતા છે. અહીં પહેલાથી જ પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

પાકિસ્તાન માટે હવે ICC જ એકમાત્ર આશા

હવે પાકિસ્તાન પાસે માત્ર એક જ આશા છે, તે છે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ). જો રિપોર્ટ્સનું માનીએ તો ICC વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનની ટીમની મેચ શિફ્ટ કરી શકે છે. આનું કારણ પૂર વચ્ચે ત્યાંના ચાહકો, સ્ટાફ અને ખેલાડીઓની સુરક્ષા છે. જોકે, અમેરિકા-આયર્લેન્ડ મેચ ધોવાઈ જાય તો પણ પાકિસ્તાન બહાર થઈ જશે.

WhatsApp Image 2024-06-13 at 6.04.25 PM (1)

એવામાં પાકિસ્તાન ઈચ્છશે કે આઈસીસી તેની મેચની સાથે જ અમેરિકા-આયર્લેન્ડ મેચ પણ શિફ્ટ કરી દે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એવામાં જો આજે (14 જૂન) અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો પાકિસ્તાનની ટીમ આજે જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.

વધુ વાંચો: T20 વર્લ્ડ કપમાં મોટી ઘાત ટળી, ચાલુ મેચમાં ખેલાડીની આંખ ફૂટી જાત, જુઓ વીડિયો

શું આજે જ બહાર થઈ જશે પાકિસ્તાનની ટીમ

હાલમાં ભારતીય ટીમ ગ્રુપ-A ના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોચ પર છે અને સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ચુકી છે. જ્યારે અમેરિકા 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેણે બે મેચ જીતી છે. પાકિસ્તાન 3માંથી 1 મેચ જીતીને 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં અમેરિકન ટીમના 5 પોઈન્ટ હશે અને તે સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ જશે. જ્યારે પાકિસ્તાની ટીમ તેની છેલ્લી મેચ જીતીને પણ માત્ર 4 પોઈન્ટ સુધી પહોંચી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 ICC Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ