બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપ પહેલા સામે આવી મોટી અપડેટ, આખરે ઇજાગ્રસ્ત થયેલ ખેલાડી સ્વસ્થ થયો, થશે સામેલ

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડકપ પહેલા સામે આવી મોટી અપડેટ, આખરે ઇજાગ્રસ્ત થયેલ ખેલાડી સ્વસ્થ થયો, થશે સામેલ

Last Updated: 08:27 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા એક ખેલાડીએ પોતાની ફિટનેસ અપડેટ આપી છે. આ ખેલાડીને IPL 2024 વખતે ઈજા પહોંચી હતી. જેના કારણે આખી સીઝનથી તે બહાર હતા.

ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થવા જઈ રહી છે. ત્યાં જ વોર્મ અપ મેચોની શરૂઆત થઈ ચુકી છે. આ વચ્ચે એક સ્ટાર ખેલાડીની ફિટનેસ પર મોટી અપડેટ સામે આવી છે. આ ખેલાડી IPL 2024 વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પરંતુ ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા આ ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ ખેલાડી વોર્મ અપ મેચમાં પણ રમતો જોવા મળી શકે છે.

mitchell-starc.jpg

ઈજા બાદ ફીટ છે આ સ્ટાર ખેલાડી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શ ટી20 વર્લ્ડ કપ 204માં રમવા માટે સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયા છે. તેમણે પોતાને ફિટ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે મિચેલ માર્શ આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમનો ભાગ હતા. મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે સીઝન ટીમથી બહાર થઈ ગયા હતા.

વધુ વાંચો: સસ્તામાં ટેબલેટ ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, 1 હજારથી પણ ઓછા રૂપિયામાં સોદો

મેદાન પર વાપસી કરવા તૈયાર

હેમસ્ટ્રિંગમાં ઈજાની સારવાર માટે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા. ત્યારથી તેમણે કોઈ મેચ નથી રમી પરંતુ તે હવે મેદાન પર વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મિચેલ માર્શે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું કે આઈપીએલથી બહાર થયા બાદ સાજા થવામાં સમય લાગ્યો. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને ફીટ થવા માટે થોડો વધારે સમય મળ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 T20 વર્લ્ડકપ Mitchell marsh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ