બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:19 PM, 14 June 2024
ક્રિકેટના મહાસંગ્રામ T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ માત્ર ભારતની જ નહીં પરંતુ અન્ય ટીમોની મેચો પણ જોઈ રહ્યા છે. બની શકે કે કદાચ તમે પણ એવા ક્રિકેટ પ્રેમી હોવ અને ટીમના ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા હોવ, પરંતુ, શું તમે ક્યારેય ખેલાડીઓની એક્સેસરીઝ પર ધ્યાન આપ્યું છે? શું તમે જાણો છો કે તમારો મનપસંદ ખેલાડી જે બેટથી રમે છે તેની કિંમત કેટલી છે? અથવા, તમારા મનપસંદ ખેલાડી જે બોલથી બોલિંગ કરે છે તેની કિંમત કેટલી છે? જો તમને આનો જવાબ ખબર નથી, તો ચાલો જવાબ જાણીએ...
ADVERTISEMENT
કેટલા રૂપિયાનું આવે છે બેટ
જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બેટને લઈને કેટલાક નિયમો છે. બેટને લઈને કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ જ બેટ હોવું જોઈએ. આ નિયમોમાં બેટનું વજન, લંબાઈ, સાઈઝ, ડિઝાઇન વગેરે નક્કી કરવામાં આવ્યા છે અને આ નિયમો અનુસાર જ દરેક બેટ્સમેન પાસે બેટ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, કોઈ બેટ 38 in/96.52 cm થી વધુ મોટું ન હોવું જોઈએ.
ADVERTISEMENT
બેટમાં બે ભાગ હોય છે, જેમાં એક હેન્ડલ છે અને એક ભાગ બ્લેડ હોય છે. આ બ્લેડની પહોળાઈ 4.25in/10.8 સે.મી.થી વધુ ન હોવી જોઈએ. આ સિવાય તેની ધાર, ઊંડાઈ અને કિનારી માટે ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે.
જો બેટની કિંમતની વાત કરીએ તો તે દરેક બેટના ઉત્પાદન અને લાકડાના આધારે નક્કી કરવામાં આવે છે. ઘણી કંપનીઓ આઈસીસીના નિયમો અનુસાર બેટ બનાવે છે, જેના કારણે રેટ પણ અલગ-અલગ હોય છે. આમાં મોટાભાગે ઇંગ્લિશ વિલો બેટનો ઉપયોગ કરવામાં આવે છે, સામાન્ય રીતે આ બેટની કિંમત 15 હજારથી 30 હજાર રૂપિયાની વચ્ચે હોય છે, જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો કરે છે. સ્પોર્ટ્સ કંપની SSની વેબસાઈટ પર વર્લ્ડ કપ એડિશન ઇંગ્લિશ વિલો બેટ વેચાઈ રહ્યું છે, જેનો રેટ 27,200 રૂપિયા છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ બેટ કેટલામાં વેચાય છે.
વધુ વાંચો: આજે ટીમ પાકિસ્તાન વર્લ્ડ કપથી થશે બહાર! ICC જ બચાવી શકશે, બન્યા આકાશી સમીકરણ
કેટલા રૂપિયાનો આવે છે બોલ
જો આપણે બોલ વિશે વાત કરીએ, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતો બોલ ટર્ફ વ્હાઇટ બોલ હોય છે. ઘણીવાર ODI અને T-20 મેચોમાં કાકાબુરાના આ ટર્ફ બોલનો ઉપયોગ થાય છે અને અન્ય કંપનીઓના પણ આ બોલનો ઉપયોગ થાય છે. તેની કિંમત લગભગ 20 હજાર રૂપિયા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ, આ દિવસે લેવાઈ શકે નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.