બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ડિવોર્સના સમાચાર વચ્ચે ન્યૂયોર્ક પહોંચ્યો હાર્દિક પંડ્યા, પ્રેક્ટિસ સેશનમાં બાદ કહ્યું- 'દેશ માટે..'
Last Updated: 09:55 AM, 29 May 2024
ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચી ગયા છે. પ્રથમ બેચમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સહિત રિઝર્વ ખેલાડીઓ શુભમન ગિલ અને ખલીલ અહેમદ પણ ટીમ સાથે ગયા હતા. આ પછી સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલ ન્યૂયોર્ક પહોંચ્યા હતા. એવામાં હવે ટીમનો વાઈસ કેપ્ટન પણ ન્યૂયોર્કની ટીમમાં સામેલ થઈ ગયો છે.
ADVERTISEMENT
On national duty 🇮🇳 pic.twitter.com/pDji7UkUSm
— hardik pandya (@hardikpandya7) May 29, 2024
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બુધવારે ન્યૂયોર્ક પહોંચ્યો હતો અને ભારતીય ટીમ સાથે જોડાયો હતો. ટીમ ઈન્ડિયાએ અહીં T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા પ્રેક્ટિસ મેચ રમવાની છે અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અભિયાનના અંત પછી બ્રેક પર રહેલો હાર્દિક હવે ટીમ સાથે જોડાઈ ગયો છે અને તેણે તેની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. જો કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ હજુ સુધી ન્યૂયોર્ક પહોંચ્યા નથી.
ADVERTISEMENT
📍 New York
— BCCI (@BCCI) May 29, 2024
Bright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️
Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu
પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે તેના સાથી ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. જાણીતું છે કે પંડ્યાને આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા તેના અંગત જીવનને લઈને તણાવમાં છે. આ દિવસોમાં તેમના લગ્ન જીવન વિશેના એવા અહેવાલો છે કે તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી તેના છૂટાછેડા લેવા જઈ રહ્યો છે.
Happy Valentine’s Day ❤️ pic.twitter.com/xYJ7fyWBXy
— hardik pandya (@hardikpandya7) February 14, 2024
છેલ્લા કેટલાક અઠવાડિયાથી હાર્દિક અને નતાશા એકબીજા સાથે જોવા મળ્યા નથી. એવા પણ અહેવાલ હતા કે આ વખતે નતાશા IPL મેચોમાં પણ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા માટે દેખાઈ ન હતી. આ વખતે હાર્દિક IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમમાં પાછો ફર્યો હતો અને તે પહેલીવાર આ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો.
જોકે, આ સિઝન મુંબઈ માટે ખૂબ જ ખરાબ રહી હતી અને તે આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. આ સિવાય 5 વખતની ચેમ્પિયન ટીમ આ સિઝનમાં માત્ર 4 મેચ જીતી શકી અને 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના 10માં સ્થાને રહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.