બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / તો પાકિસ્તાને પણ ભારતનો સાથ જોઇશે, નહીંતર સુપર 8 સુધી પહોંચવામાં પડી શકે છે ફાંફા

T20 વર્લ્ડકપ / તો પાકિસ્તાને પણ ભારતનો સાથ જોઇશે, નહીંતર સુપર 8 સુધી પહોંચવામાં પડી શકે છે ફાંફા

Last Updated: 01:14 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમે હવે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયા પર નિર્ભર રહેવું પડે એવું છે, પાકિસ્તાની ટીમ હવે ન ઈચ્છતા પણ આવનાર બંને મેચમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવી પડશે.

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની આરે છે. પાકિસ્તાની ટીમ ભારત પહેલા યુએસએ સામેની મેચ પણ હારી ચૂકી છે અને તેના માટે આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થવું ઘણું મુશ્કેલ બની ગયું છે. હવે સ્થિતિ એવી છે કે બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમે હવે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયા પર નિર્ભર રહેવું પડે એવું છે.

બે હાર બાદ હજુ પાકિસ્તાનને ગ્રુપ-એમાં વધુ બે મેચ રમવાના છે, એવામાં ટીમ સુપર-8માં પહોંચી શકશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જો મેચના સમીકરણ વિશે વાત કરીએ તો પાકિસ્તાની ટીમ હજુ પણ આગળના રાઉન્ડમાં પહોંચી શકે છે, જો કે આ માટે તેને ભારતની સાથે સાથે આયરલેન્ડની મદદની પણ જરૂર પડશે.

પાકિસ્તાન ટીમ કેવી રીતે ક્વોલિફાય કરી શકશે?

આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરવું પાકિસ્તાની ટીમના હાથમાં નથી. જો ટીમ બાકીની બંને મેચ જીતી જાય તો પણ તેના માત્ર ચાર પોઈન્ટ જ મળશે, જ્યારે બે ટીમ ભારત અને યુએસએના પહેલાથી જ ચાર પોઈન્ટ છે. બંને ટીમોનો નેટ રન રેટ પણ તેમના કરતા ઘણો સારો છે.આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાની બંને મેચ મોટા માર્જિનથી જીતવા માટે ભારત અને આયર્લેન્ડ પર નિર્ભર રહેવું પડશે.

સૌથી પહેલા પાકિસ્તાની ટીમે પોતાની બંને મેચમાં કેનેડા અને આયર્લેન્ડને હરાવવું પડશે. આ સાથે એવી અપેક્ષા રાખવી જોઈએ કે અમેરિકા તેની બંને મેચ હારે. ભારતે અમેરિકા અને કેનેડા સામે રમવાનું છે. જો ભારત પણ તેની બંને મેચ હારી જાય છે તો પાકિસ્તાન માટે સુપર-8નો રસ્તો ખુલી જશે.

બીજી તરફ યુએસએની બાકીની બે મેચ ભારત અને આયર્લેન્ડ સામે છે. આવી સ્થિતિમાં જો યુએસએ બંને મેચ હારી જાય તો માત્ર ચાર પોઈન્ટ બચશે અને અહીં પાકિસ્તાન પાસે રન રેટ સુધારીને આગળના રાઉન્ડમાં પહોંચવાની તક રહેશે. ટૂંકમાં અમેરિકાનો નેટ રન રેટ બગડશે અને પાકિસ્તાનને તેનો ફાયદો થશે.

વધુ વાંચો: રોહિત શર્માની કરિશ્માઈ કેપ્ટનશીપે પાકિસ્તાનને કર્યું પરાસ્ત, આ ત્રણ નિર્ણયે ફેરવી મેચ

સાથે જ બીજી રીતે જોઈએ તો પાકિસ્તાનને ભારતની મદદની જરૂર પડશે. પાકિસ્તાની ટીમ અત્યારે એમ પણ ઇચ્છતી હશે કે ટીમ ઈન્ડિયા કેનેડાને પણ હરાવે. જેથી તેના માર્ગમાં કોઈ અવરોધ ન રહે. આવી સ્થિતિમાં પાકિસ્તાને હવે ન ઈચ્છતા પણ બંને મેચમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 CAN vs PAK T20 World Cup Group A qualification
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ