બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup 2022 pakistani actress sehar shinwari announced she will marry zimbabwean
Premal
Last Updated: 11:49 AM, 4 November 2022
ADVERTISEMENT
પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીની આકર્ષક ઑફર
ટી-20 વર્લ્ડ કપ 2022નો રોમાંચ ચરમસીમાએ છે અને સુપર-12ની થોડી મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમી ફાઈનલમાં પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનુ પણ નામ સત્તાવાર કન્ફર્મ થયુ નથી. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ઝીમ્બાબ્વે સામે હારી ગયુ હતુ અને હવે જ્યારે ઝીમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાને હરાવ્યું તો તેની આશા લાગી ગઇ. જો કે, તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝીમ્બાબ્વેએ ભારત સામે જીતવુ પડશે. જેના માટે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક આકર્ષક ઑફર પણ આપી છે.
ADVERTISEMENT
ભારતને હરાવો તો લગ્ન કરીશ
સેહર શિનવારીએ ટ્વિટ કરીને ઝીમ્બાબ્વેને ઑફર આપી છે કે જો તેઓ આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી દે છે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે. તેમણે ટ્વિટ કર્યુ, હું ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ. જો તેમની ટીમ પ્રભાવશાળી રીતે આગામી મેચમાં ભારતને હરાવી નાખે તો. ત્યારબાદ તેમના ટ્વિટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યાં છે તો સેકડો લોકોએ રિટ્વિટ કર્યા છે.
6 નવેમ્બરે છે મેચ
ભારતીય ટીમ છેલ્લી મેચ ઝીમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એટલેકે આ મેચ એ જ હશે, જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં 4 વિકેટથી જીત નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.