બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup 2022 ireland beat west indies full scorecard paul stirling wi vs ire match report icc men
Arohi
Last Updated: 01:47 PM, 21 October 2022
ADVERTISEMENT
કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. આ રમતમાં કંઈપણ થઈ શકે છે. મોટી મોટી ટીમ હારી શકે છે અને જે ટીમને ઓછો આંકવામાં આવે છે તે જીતી શકે છે. આવું જ કંઈક T20 વર્લ્ડ કપ 2022ની 11મી મેચમાં થયું.
બે વખતની T20 ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. હોબાર્ટમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે જ આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની સફરનો અંત આવી ગયો છે. આ સાથે જ આયરિશ ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
આ હતુ ટીમની હારનું કારણ
વેસ્ટ ઈન્ડિઝની હારનું કારણ તેના બેટ્સમેન અને બોલરો હતા. પ્રથમ બેટ્સમેનોએ 20 ઓવરમાં માત્ર 146 રન બનાવ્યા હતા અને ત્યારબાદ આયર્લેન્ડના બેટ્સમેનોએ વિન્ડીઝના બોલરોને ખૂબ ધોયા હતા. પોલ સ્ટર્લિંગ, કપ્તાન એન્ડ્રુ બાલ્બિર્ની અને લોર્કન ટકરે શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી.
વેસ્ટઈન્ડીઝની બેટિંગ ફેલ
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાઈલ મેયર્સ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જોનાથન ચાર્લ્સે કેટલીક સારી ઇનિંગ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના વિસ્ફોટક બેટ્સમેન એવિન લુઇસ 18 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો.
ચાર્લ્સે માત્ર 24 રન બનાવ્યા હતા. કેપ્ટન પૂરન ફરી ફ્લોપ રહ્યો અને તે 11 બોલમાં 13 રન જ બનાવી શક્યો. બ્રાન્ડોન કિંગે અણનમ 62 રન બનાવ્યા અને કોઈક રીતે ટીમને 146 રન સુધી લઈ ગયા. આયરલેન્ડના લેગ સ્પિનર ડેલાનીએ 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી હતી.
આયરલેન્ડની જોરદાર બેટિંગ
147 રનના ટાર્ગેટના જવાબમાં આયરલેન્ડને વિસ્ફોટક શરૂઆત મળી હતી. પોલ સ્ટર્લિંગ અને કેપ્ટન બલબિર્નીએ પ્રથમ વિકેટ માટે 45 બોલમાં માત્ર 73 રન કર્યા હતા. બંનેએ જોરદાર બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને મેચમાંથી બહાર કરી દીધું હતું. આ પછી વિકેટકીપર ટકરે પણ આવતાની સાથે જ તાબડતોબ હિટિંગ કરી.
સ્ટર્લિંગે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમને ઐતિહાસિક જીત અપાવી અને સુપર-12માં પ્રવેશ કર્યો. તમને જણાવી દઈએ કે આયર્લેન્ડ તેની પ્રથમ મેચ ઝિમ્બાબ્વે સામે હારી ગયું હતું. પરંતુ તે પછી આ ટીમ સતત બે મેચ જીતીને સુપર-12માં એન્ટ્રી લીધી હતી.
ત્યાં જ વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ મેચ સ્કોટલેન્ડ સામે હારી ગયું હતું. આ પછી તેને ઝિમ્બાબ્વેથી જીત મળી હતી પરંતુ તેની છેલ્લી મહત્વની મેચમાં તેને આયર્લેન્ડ સામે હાર મળી હતી. જેના કારણે તેની T20 વર્લ્ડ કપમાંથી સફર સમાપ્ત થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT