T series owner bhushan kumar gift McLaren Gt car to kartik aaryan for Bhool bhulaiyaa success
બોલીવુડ /
કાર્તિકને દેશમાં સૌપ્રથમ એવી 4.7 કરોડની કાર ગિફ્ટમાં મળી, એક્ટરે કહ્યું સર હવે પ્રાઈવેટ જેટ આપજો
Team VTV07:57 PM, 24 Jun 22
| Updated: 08:33 PM, 24 Jun 22
દેશભરમાં લોકડાઉન ખુલી ગયું છે અને સાથે જ સિનેમાએ પણ ગતિ પકડી છે તેવામાં ભૂલ ભુલૈયા ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી છે અને તેણે 175 કરોડની કમાણી પર કરી લીધી.
લોકોને ભૂલ ભુલૈયા 2 ખુબ પસંદ આવી
ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે કાર્તિકને કરી કાર ગીફ્ટ
4.7 કરોડ રૂપિયાની ઓરેન્જ મેક લેરેન જીટી કાર મળી ગીફ્ટમાં
ભૂલ ભુલૈયા 2 ને મળી સફળતા
ફિલ્મ ભૂલ ભુલૈયા 2 એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. ફિલ્મના નિર્માતા અને ટી-સિરીઝ કંપનીના માલિક ભૂષણ કુમારે ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની અપાર સફળતા બાદ કાર્તિક આર્યનને 4.7 કરોડ રૂપિયાની ઓરેન્જ મેક લેરેન જીટી કાર ગિફ્ટ કરી છે. ભારતમાં હજુ સુધી કોઈની પાસે આ કાર નથી. કાર્તિક પાસે હવે ભારતની પહેલી મેક લેરેન જીટી કાર છે.
Chinese khaane ke liye nayi table gift mil gayi 🍜🚗
Mehnat ka phal meetha hota hai suna tha..Itna bada hoga nahi pata tha ❤️
India’s 1st McLaren Gt 🥹
Agla gift Private jet sir 😂 #Gratitude 🙏🏻 pic.twitter.com/OvmtFJguor
કાર્તિક આર્યનને મળી મોંધી કાર
ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે જણાવ્યું હતું કે, કાર્તિક આર્યન ખૂબ જ એક્ટિવ અને ક્રિએટિવ છે. તે પોતાને તમામ પ્રોજેક્ટ્સમાં સમર્પિત કરે છે. આ સ્પોર્ટ્સ કાર તેમની મહેનત અને ધૈર્યના વખાણનું પ્રતીક છે. અમને તેમનામાં વિશ્વાસ છે. કાર્તિક આર્યન, તબ્બુ, કિયારા અડવાણી અને રાજપાલ યાદવ અભિનીત ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'નું પ્રીમિયર 19 જૂને નેટફ્લિક્સ પર થયું હતું અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં તેને 4.12 મિલિયન કલાકથી વધુ સમય સુધી જોવામાં આવ્યું છે. 'ભૂલ ભુલૈયા 2'ની સફળતાની વાત કરીએ તો કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્મિત સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટમાં કાર્તિકે 175 કરોડની સ્માઈલ લખી હતી. #BhoolBhulaiyaa2 આભાર. કાર્તિકે બીજી એક ટૂંકી ક્લિપ પણ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે ભારતમાં 175 કરોડ ... અને પછી વિશ્વભરમાં 200 મિલિયન બન્યા છે, મિત્રો. આ મારું સુખનું સ્થાન નથી. મંજુ પણ ખૂબ જ ખુશ છે, બસ એવી દેખાતી નથી.