બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / t raja singh telangana bjp mla 14 days judicial custody controversial remark on prophet muhammad

BREAKING / વિવાદીત નિવેદન આપનારા હૈદરાબાદના ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહને કોર્ટમાંથી મળ્યા જામીન

Pravin

Last Updated: 09:24 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કરવાના મામલે કોર્ટે ધારાસભ્ય ટી રાજા સિંહને ચેતવણી આપતા જામીન આપ્યા છે.

  • પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી આપનારા ધારાસભ્યને મળ્યા જામીન
  • કોર્ટે અગાઉ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો
  • ચેતવણી આપીને 10 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું

પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કરવાના મામલે કોર્ટે ધારાસભ્ય ટી રાજા સિંહને ચેતવણી આપતા જામીન આપ્યા છે. જાણકારી અનુસાર કોર્ટે પહેલા ભાજપ નેતાને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, પણ બાદમાં કોર્ટે રિમાન્ડ ઓર્ડર પાછો લેતા તેને જામીન આપી દીધા હતા. પોલીસે ટી રાજા સિંહને હૈદરાબાદના નામપલ્લી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ અગાઉ ભાજપે ટી રાજા સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

સાથે જ પાર્ટીએ તેમને કારણ બતાઓ નોટિસ જાહેર કરતા કહ્યું કે, 10 દિવસમાં જવાબ આપવો પડશે. પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી મામલામાં તેમને હૈદરાબાદ પોલીસે મંગળવારે સવારે ધરપકડ કરી હતી. ટી. રાજા સિંહ હૈદરાબાદના ગોશામહલ સીટથી ધારાસભ્ય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

BJP Controversial Telangana prophet muhammad t raja singh Hyderabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ