બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આ ચાર ભારતીય પ્લેયરને મળશે પ્રથમ વખત વર્લ્ડ કપ રમવાનો મોકો

World Cup 2024 / આ ચાર ભારતીય પ્લેયરને મળશે પ્રથમ વખત વર્લ્ડ કપ રમવાનો મોકો

Last Updated: 06:10 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી જૂનથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. ભારતની પ્રથમ મેચ આઈર્લેન્ડ સામે 5મીએ રમાશે. ત્યારે ભારતની ટીમમાં એવા ચાર પ્લેયર છે જે જિંદગીમાં પ્રથમ વખત વર્લ્ડ કપની મેચ રમશે.

આ વખતના T20 વર્લ્ડ કપના યજમાન અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ છે. જેમાં કુલ 20 ટીમો હિસ્સો બનશે. 1 જૂનથી શરુ થનાર આ કપ 29 જૂને પૂર્ણ થશે. આ કપમાં 5-5ના 4 ગ્રુપ પાડવામાં આવ્યા છે. ભારતની ટીમના પ્લેયરો ન્યૂ-યોર્ક રવાના પણ થઈ ગયા છે. ત્યારે ભારતીય ટીમમાં એવા ચાર પ્લેયરો છે જે ક્યારેય વર્લ્ડ કપ નથી રમ્યા. આ વખતે તેમને પ્રથમ વખત વર્લ્ડ કપ રમવા મળશે. તે પ્લેયર કોણ છે? તે અંગે જાણીશું.

આ વખતના T20 વર્લ્ડ કપના યજમાન અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ છે. જેમાં કુલ 20 ટીમો હિસ્સો બનશે. 1 જૂનથી શરુ થનાર આ કપ 29 જૂને પૂર્ણ થશે. આ કપમાં 5-5ના 4 ગ્રુપ પાડવામાં આવ્યા છે. ભારતની ટીમના પ્લેયરો ન્યૂ-યોર્ક રવાના પણ થઈ ગયા છે. ત્યારે ભારતીય ટીમમાં એવા ચાર પ્લેયરો છે જે ક્યારેય વર્લ્ડ કપ નથી રમ્યા. આ વખતે તેમને પ્રથમ વખત વર્લ્ડ કપ રમવા મળશે. તે પ્લેયર કોણ છે? તે અંગે જાણીશું.

01

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ IPLમાં તેની શાનદાર બેટિંગના કારણે ચાહકોનું દિલ જીતી લે છે. આ બેટ્સમેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં પણ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તે અન્ડર 19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. હવે જ્યારે તેનું સિલેક્શન થયું છે તો તેને ટીમમાં પણ જગ્યા મળી શકે છે.

02

સંજુ સેમસન

આ પ્લેયરે પોતાના પર્ફોમન્સથી કરોડો ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તે IPLમાં લગાતાર જોરદાર પ્રદર્શન આપી રહ્યો છે. તેને IPLની આ સીઝનમાં 500થી વધુ રન ફટકાર્યા હતા. સંજુ સેમસનના આંકડા ડોમેસ્ટિક મેચોમાં પણ સારા છે. તે ક્યારેય વર્લ્ડ કપની મેચ નથી રમ્યો, પરંતુ આ T20 વર્લ્ડ કપમાં તેને પ્રથમ વખત મોકો મળી શકે છે.

03

યુજવેન્દ્ર ચહલ

યુજવેન્દ્ર ચહલ ભારતની ટીમમાં અનેક વખત રમી ચૂક્યો છે. પરંતુ આ લેગ સ્પિનરને વર્લ્ડ કપના પ્લેયિંગ ઇલેવનમાં ક્યારેય સ્થાન નથી મળ્યું. આ વખતે તેને ટીમમાં જગ્યા મળી શકે છે.

04

શિવમ દુબે

આ બેટ્સમેન ચેન્નઇ સુપર કિંગ્સની ટીમમાં રમે છે, અને સામેની ટીમના બોલરોના ભુક્કા કાઢે છે. તે પાર્ટ ટાઇમ બોલિંગ પણ કરી લે છે. તે અત્યાર સુધી ક્યારેય વર્લ્ડ કપ રમ્યો નથી. દુબેને T-20 વર્લ્ડ કપમાં પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

વધુ વાંચોઃ IPL 2024 : KKRએ ટાઇટલ જીત્યા બાદ ઋષભ પંતે કર્યો રિંકુ સિંહને વીડિયો કોલ, પૂછાયો સિક્રેટ સવાલ

T-20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

સંકળાયેલા મુદ્દાઓ

T-20 World Cup Indian Team Sanju Samson
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ