System alert following forecast of Meteorological Department
અરવલ્લી /
ખેડૂતો આ બે દિવસ સાચવી લેજો..માર્કેટયાર્ડમાં પણ અપાયું એલર્ટ, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી
Team VTV08:57 PM, 01 Mar 23
| Updated: 09:20 PM, 01 Mar 23
હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત અને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો અપાયા છે
ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં
દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. અરવલ્લી અને સુરતમાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 1, 2023
કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ
અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.
રાજ્યમાં ફરી એકવાર પડી શકે છે માવઠું
ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે.
4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં કમોસમી વરસાદ અન્નદાતાઓની હોળી બગાડે એવી શક્યતા છે.
આ મહિનામાં 41 ડિગ્રીએ પહોંચશે તાપમાન
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં 14થી 19 માર્ચ સુધી પણ વાતાવરણ પલટાઈ શકે છે. 24થી 26 માર્ચ સુધી દરિયામાં હલચલ વધી શકે છે.
આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
દેશના આ વિસ્તારોમાં પડી શકે વરસાદ ?
હવામાન વિભાગે આગામી 2 કલાકમાં દિલ્હી, NCR (હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ) કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા), હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા (યુપી) અને આસપાસના વિસ્તારોમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્યમ વરસાદ પડશે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે.