મીતીયાળા ગામે કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમ પહોંચી ભૂકંપને લઈ ગ્રામજનો સાથે બેઠક યોજી છે. ધારાસભ્ય મહેશ કસવાલા પણ સિસ્મોલોજીના કર્મીઓ સાથે હાજર રહ્યાં હતાં
અમરેલીમાં ભૂકંપના ઝટકાઓથી તંત્ર એલર્ટ
મીતીયાળા ગામે સિસ્મોલોજીની ટીમ પહોંચી
ધારાસભ્ય મહેશ કસવાલા પણ પહોંચ્યા મીતીયાળા
અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં સતત ભૂકંપના ઝટકાઓથી તંત્ર એલર્ટ બન્યું છે. મીતીયાળા ગામે કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમ પહોંચી ભૂકંપને લઈ ગ્રામજનો સાથે બેઠક કરી છે. ધારાસભ્ય મહેશ કસવાલા પણ સિસ્મોલોજીના કર્મીઓ સાથે મીતીયાળા ગામે પહોંચ્યા હતાં.
ભૂકંપના આંચકાને લઈ મીતીયાળાની શાળા ખાતે બેઠક મળી
અમરેલી જિલ્લાના માતીયાળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે ત્યારે આજે કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમ અને ધારાસભ્ય સહિતનો કાફલો મીતીયાળા પહોંચ્યો હતો અને ભૂકંપના આંચકાને લઈ મીતીયાળાની શાળા ખાતે બેઠક યોજી હતી. સતત આવતા ભૂકંપના આંચકાઓને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે.
સિસ્મોલોજીની ટીમ અને ધારાસભ્ય તેમજ ગ્રામજનો
બે અઠવાડિયા પહેલા તપાસ માટે ટીમ ગઈ ગતી
અત્રે ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.
4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા
અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. સતત ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
6 ફેબ્રુઆરીએ રાત્રિના 9.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
અમરેલી જિલ્લાના મિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકાઓ અવાર-નવાર અનુભવાઈ રહ્યાં છે ત્યારે 6 ફેબ્રુઆરીએ રાત્રિના 9.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.