પૃથ્વી શો આ ટૂર્નામેન્ટ દ્વારા મેદાનમાં કરશે વાપસી

By : krupamehta 12:31 PM, 14 February 2019 | Updated : 12:36 PM, 14 February 2019
યુવા ભારતીય ક્રિકેટ સનસની પૃથ્વી શો જલ્દી જ મેદાન પર રમતો જોવા મળશે. બે મહિનાથી વધારે પોતાને ઇજા થઇ હોવાને કારણે કોઇ મેચ નહીં રમનાર પૃથ્વી શો અંતે સ્વસ્થ થઇ ગયો છે. આ ઇજા એને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર થયેલ અભ્યાસ મેચમાં થઇ હતી. એવી માહિતી છે કે શો 21 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલ સૈયદ મુશ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેશે. 

શો ને આ ટ્રોફી માટે મુંબઇ ટીમમાં પસંદ કરવામાં આવે એવી આશા છે. માનવામાં આવી રહ્યું છે કે અજીત અગરકરની અધ્યક્ષતામાં ગઠિત પસંદ સમિતિ થોડક દિવસોમાં શો ને પસંદ કરી શકે છે. જણાવી દઇએ કે શો પોતાની મેદાન વાપસી લઇને ખૂબ જ આતુર છે અને થોડાક દિવસો પહેલાની વાત છે જ્યારે એને ટ્વિટર પર બેટ પકડેલો પોતાનો ફોટો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું  'અપના ટાઇમ આયેગા'...ઇજાથી ફીટ થઇને હું વધારે રન બનાવીશ. અપના ટાઇમ આયેગા.'  જણાવી દઇએ કે શો નું આંતરરાશ્ટ્રીય પદાર્પણ પણ નાટકીય અંદાજમાં થયું હતું. એ અંડર 19 વિશ્વ કપમાં ભારતીય ટીમની કેપ્ટની કર્યાના એક વર્ષ બાદ ડ સીનિયર ભારતીય ટીમમાં સામેલ થઇ ગયો હતો. આટલું જ નહીં એને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂ મેચમાં શતક પણ મારી હતી. એટલા માટે એને લાંબી રેસનો ઘોડો માનવામાં આવી રહ્યો છે. શો નો બેટિંગ અંદાજો નૈસર્ગિક રૂપથી આક્રમક છે. Recent Story

Popular Story