ગંગા માટે 111 દિવસથી ઉપવાસ કરી રહેલા સ્વામી સાનંદનું એમ્સમાં નિધન

By : krupamehta 04:57 PM, 11 October 2018 | Updated : 05:51 PM, 11 October 2018
સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદનું ગુરુવારે નિધન થઇ ગયું છે. એમને ઋષિકેશની એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. એ 111 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. બુધવારે એમની તબિયત અચાનક બગડી, ત્યારબાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. 

સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ 22 જૂનથી ગંગા માટે કાયદો બનાવવાની માંગને લઇને ઉપવાસ પર હતા. આટલું જ નહીં એમને મંગળવારે પાણીનો પણ ત્યાગ કરી દીધો હતો. આ પહેલા હરિદ્વાર સાસંદ બે વખત સ્વામી સાનંદને મનાવવા પહોંચ્યા હતા પરંતુ બંને વચ્ચે વાચ સફળ રહી નહીં.

સ્વામી સાનંદે મંગળવારે પાણીનો ત્યાગ કરી દીધો હતો. ડોક્ટર્સ દ્વારા ગંભીર સ્વાસ્થ્યના કારણે એમને એમ્સ રેફર કરવામાં આવ્યા, કારણ કે સ્વામી જી ના પ્રાણની રક્ષા થઇ શકે. એમાં પ્રશાસની પહેલી પ્રાથમિકતા સ્વામની જી ના સ્વાસ્થ્યનું સારુ થવું છે. સ્વામીજીએ સારવાર માટે પોતાની સહમતિ આપી નહતી. 

જણાવી દઇએ કે સ્વામી જી જસ્ટિસ માલવીય સમિતિ દ્વારા બનાવવામાં આવેલા એક્ટને સંસદમાં પસાર કરવાની માંગને લઇને ઉપવાસ પર બેઠા હતા. 
 Recent Story

Popular Story