બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / ખોરાક અને રેસીપી / Swiggyએ ચાર વર્ષ બાદ ફરી શરુ કરી આ સર્વિસ, લોકોને ઘરનું ખાવાનું સસ્તામાં મળશે
Last Updated: 05:22 PM, 11 May 2024
ફૂડ ડિલિવરી કરતી સ્વિગીએ તેની એક સર્વિસ ચાર વર્ષ બાદ ફરી શરુ કરી છે. Daily નામની આ સર્વિસમાં ઘરનું ફૂડ ડિલિવર કરવામાં આવતું હતું. પરંતુ કોરોનાનાં કારણે લોકડાઉન આવતા મોટા ભાગના લોકોએ ઘરેથી જ (વર્ક ફ્રોમ હોમ) કામ શરૂ કર્યું હતું. Swiggyની આ સર્વિસ ઓફિસમાં વર્ક કરતા લોકો જ ઉપયોગ કરતા હતા જેથી તેમને આ સર્વિસ બંધ કરવી પડી હતી. પરંતુ હવે ફરીથી Swiggyએ તેની હોમસ્ટાઈલ ફૂડ ડિલિવરી Daily શરુ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
89થી 150માં મળશે ઘરનું ખાવાનું
પેહલા Swiggyની આ સર્વિસ માટે અલગ એપ હતી પરંતુ હવે Daily નામની આ સર્વિસ તેની મેઈન એપમાં જ મળી રહેશે. જેનાથી Swiggyમાં બીજા કસ્ટમર એડ થશે. Swiggyએ આ સર્વિસ હોસ્ટેલમાં રહેતા, PGમાં રહેતા કે ઓફિસમાં કામ કરતા લોકો માટે કરી છે. આ લોકોને Swiggyના કસ્ટમર બનાવવાનો ટાર્ગેટ છે. Swiggy અને Zomatoમાં ઘરનું ખાવાનું 89 થી 150 રૂપિયામાં મળી શકે છે.
ADVERTISEMENT
આ માટે સ્વિગીએ શરુ કરી Daily સર્વિસ
Swiggyની કટ્ટર હરીફ કંપની Zomatoમાં આ સર્વિસ Everyday નામથી ચાલુ છે. જેમાં ઓફિસમાં કામ કરતા કે PGમાં રહેતા લોકોને ઘરનું ખાવાનું પોહચાડવામાં આવે છે. Zomatoએ ફેબ્રુઆરી 2023માં આ સર્વિસ ગુરુગ્રામના કેટલાક એરિયામાં શરૂ કરી હતી, બાદમાં ડિમાન્ડ વધતાં આ Everyday નામની સર્વિસને બીજા એરિયામાં એક્સપેન્ડ કરી હતી.
વાંચવા જેવું: અમદાવાદમાં પ્રદૂષણને નાથવા AMCએ તૈયાર કર્યો એક્શન પ્લાન, હવે તમામ વિસ્તારોમાં લગાવાશે એર સેન્સર
Swiggyના વધશે યુઝર્સ?
ઉલ્લેખનીય છે કે, સ્વિગીના એક મહિનાના 14થી 16 મિલિયન યુઝર્સ છે. તેની કટ્ટર હરીફ કંપની Zomatoના માસિક યુઝર્સ 18.6 મિલિયન છે. પરંતુ 2023ના નાણાકીય વર્ષમાં સ્વિગીનું રેવન્યુ Zomato કરતા વધુ છે. સ્વિગી હવે તેના યુઝર્સ વધારવા આ સર્વિસ લઈને આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.