બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Sweet welcome to immortal budget: Expert explains Centre's decision in simple language, see who said what

બજેટ 2023 / અમૃતકાળના બજેટને મીઠો આવકાર: એક્સપર્ટએ સરળ ભાષામાં સમજાવ્યા કેન્દ્રના નિર્ણય, જુઓ કોણે શું કહ્યું

Vishal Khamar

Last Updated: 07:46 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રીએ આજે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં મધ્મવર્ગથી લઈ તમામને આવરી લેવામાં આવ્યા છે. આ બાબતે એક્ષ્પર્ટ દ્વારા બજેટ વિશે તેમની શું પ્રતિક્રિયા આપી તે જાણીએ....

  • સુરત ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યું
  • આશા અને અપેક્ષાઓ પૂર્ણ કરતું બજેટ છેઃ CA
  • MSMEની 2 વર્ષ જૂની માંગણી બજેટમાં પૂર્ણ થઈ- વી.પી.વૈષ્ણવ 

નાણામંત્રીએ સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં મધ્મવર્ગથી લઈ તમામને આવરી લેવામાં આવ્યા છે. આ બાબતે સુરત, રાજકોટ તેમજ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તેમજ વેપારીઓ દ્વારા શું કહ્યું તે જાણીએ....

સુરત ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યું
આજે રજૂ કરવામાં આવેલ બજેટને લઈને સુરત ચેમ્બર ઓફ કોમર્સ બજેટના આવકારવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવ્યું હતું કે બજેટથી સુરતને ઘણાં ફાયદા થશે. બજેટમાં લેબગ્રોન ડાયમંડમાં થયેલી જાહેરાતથી હીરા ઉદ્યોગમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ટેક્સટાઈલ માટે સરકાર દ્વારા બજેટમાં કોઈ જાહેરાત કરવામાં ન આવતા ટેક્સટાઈલ ઉદ્યોગ નારાજ થયો હતો. ત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા ટફ સબસીડીની માંગ કરાઈ હતી જે અંગે કોઈ જાહેરાત થઈ નથી. તેમજ 5 ટ્રિલિયન ઈકોનોમિક માટે પણ ખાસ ફેરફાર નથી. રજૂ થયેલ બજેટમાં રોજગારીની તકો વધવાની શક્યતા છે.
આશા અને અપેક્ષાઓ પૂર્ણ કરતું બજેટ છેઃ CA
આ બાબતે ચાર્ટડ એકાઉટન્ટે પોતાનો મત રજૂ કરતા જણાવ્યું હતું કે દેશના 75 માં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં ટેક્સ સ્લેબનો મુદ્દો આવકારદાયક છે. તેમજ આશા અને અપેક્ષાઓ પૂર્ણ કરતું બજેટ છે. બજેટમાં મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિતની બાબતોનો બજેટમાં સમાવેશ કરાયો છે. તેમજ ટેક્સ સ્લેબમાં 7 લાખ સુધી આવક ટેક્સ ફ્રી કરાઈ છે.
GDPનો ગ્રોથ થશે તેવું બજેટ છે-રાજેશ ગાંધી 
બજેટ બાબતે વાડીલાલ આઈસ્ક્રીમના માલિક રાજેશ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજેટથી GDP નો ગ્રોથ થશે તેમજ  ઓછી આવકવાળા માટે ઈન્કમટેક્ષમાં ઘણો ફાયદો થશે. ત્યારે હાયર ઈન્કમ માટે સ્લેબ ઘટાડાયો છે.
MSMEની 2 વર્ષ જૂની માંગણી બજેટમાં પૂર્ણ થઈ- વી.પી.વૈષ્ણવ 
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પર કેન્દ્રીય બજેટને આવકારવામાં આવ્યું હતું. બજેટ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય  બજેટમાં ચેમ્બરે કરેલા સૂચનોનો સ્વીકાર થયો છે. તેમજ MSME ને બુસ્ટ આપવામાં આવ્યું છે. MSME ની બે વર્ષ જૂની માંગણી બજેટમાં પૂર્ણ થઈ છે. તેમજ સર્વાંગી વિકા માટે અને બિઝનેસ માટે બજેટ ફાયદાકારક થશે. તેમજ  બજેટમાં ગ્રામ્ય કલ્ચરમાં પણ ભાર આપવામાં આવ્યો છે અને ખેતી અને વીજળીનું પણ બજેટમાં ધ્યાન રાખ્યું છે. ત્યારે આ બજેટથી રાજકોટની ઈન્ડસ્ટ્રીઝને MSME થી વધુ ફાયદો થશે.
ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીને મળશે વેગ: વિનોદ અગ્રવાલ
બજેટ મુદ્દે CII  ના ઈમીજીયેટ પોસ્ટ ચેરમેન વિનોદ અગ્રવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે ડાયમંડ પર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવી છે.  દેશના યુથ સ્કીલને માટે ભાર આપવામા આવ્યો છે. તેમજ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને વેગ મળશે અને 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની વાત સારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023 Chamber of Commerce Nirmala Sitaram Vtv Exclusive finance minister અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ સુરત Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ