અમદાવાદ / અમદાવાદમાં સફાઈ કામદારોના વિરોધ બાદ ફરી યુ-ટર્ન, યુનિયનમાં બેફાંટા પડ્યા, હડતાળ ચાલુ રાખવાની કરાઇ જાહેરાત

Sweepers strike AMC Ahmedabad gujarat

અમદાવાદમાં સફાઇ કર્માચારીઓ સતત 6 દિવસથી હડતાળ પર હતા. બોડકદેવ વોર્ડ ઓફિસ ખાતે સફાઈ કર્મીઓ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ સફાઈ કામદારોએ AMC ઓફિસની બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા. ત્યારે અંતે AMCએ સફાઇ કર્મચારીઓની માંગો સ્વીકારી હોવાની વાત સામે આવી હતી. જ્યારબાદ કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે. જોકે હવે હડતાળ ફરી યથાવત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર મામલે વળાંક આવ્યો છે. મહત્વનું છે કે, 6200 કર્મચારીઓના વારસાઈ હક માટે લેખિતમાં ખાતરી માગી હતી.

બ્રેકિંગ ન્યૂઝ