બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 11:59 AM, 7 January 2022
ADVERTISEMENT
સ્વરા પોતાના પરિવાર સાથે ઘરમાં આઇસોલેટ થઇ ગઇ છે. તેને આશા છે કે જલ્દી બધુ સારુ થઇ જશે કારણકે તેણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. સ્વરા ભાસ્કરનું ટ્વિટ જોઇને લોકો તેના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરી રહ્યાં છે.
સ્વરાએ કરી ટ્વિટ
સ્વરા ભાસ્કરે લખ્યું કે, હેલો કોવિડ, મને હાલ RTPCR રિપોર્ટ મળ્યો છે અને તેમાં હું કોવીડ પોઝીટીવ છું. મેં મારી જાતને ઘરમાં જ આઇસોલેટ કરી દીધી છે અને મને તાવ, માથાનો દુખાવો અને સ્વાદ ન આવવો જેવા લક્ષણો છે. વેક્સિનના બંને ડોઝ લીધા છે એટલે જલ્દી બધુ સારુ થઇ જશે. તમે પણ સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.
ADVERTISEMENT
Hello Covid! 😬
— Swara Bhasker (@ReallySwara) January 6, 2022
Just got my RT-PCR test resulted and have tested positive. Been isolating & in quarantine. Symptoms include fever, a splitting headache and loss of taste. Double vaccinated so hope this passes soon. 🤞🏾
SO grateful for family & to be at home.
Stay safe everyone 🙏🏽 pic.twitter.com/2vk7Ei7QyG
મનોરંજન જગતમાં કોણ પોઝીટીવ
બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શરદ મલ્હોત્રા, શીખા સિંહ, વરુણ સુદ, એકતા કપૂર, જ્હોન અને તેની પત્ની, સોનુ નિગમ, નકુલ મહેતા, સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર વગેરે પોઝીટીવ થયા છે.
પોતાના એક ઈન્ટરવ્યૂ વખતે સ્વરાએ ફેમિલી અને બાળકોની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે દેશમાં લાખો બાળકો છે જે અનાથઆશ્રમમાં રહે છે. તેણે ન ફક્ત અડોપ્શનના પ્રોસેસની શરૂઆત કરી લીધી છે પરંતુ ઘણા અન્ય કપલ્સ સાથે પણ મુલાકાત કરી છે જેમણે બાળકોને અડોપ્ટ કર્યા છે.
હંમેશા સ્વરા ઈચ્છતી હતી ફેમિલી અને બાળકો
એક ઈન્ટરવ્યૂમાં સ્વરાએ જણાવ્યું, હું હંમેશાથી ફેમિલી અને બાળકોની ઈચ્છા રાખતી હતી. મને લાગે છે કે એડોપ્શન એક એવો રસ્તો છે જેમાં હું પોતાના આ સપનાને પુરા કરી શકુ. તેણે જણાવ્યું કે હું લકી છું કે આપણા દેશમાં સિંગલ મહિલાને પણ અડોપ્ટ કરવાની પરવાનગી મળે છે. મેં ઘણા કપલ સાથે મુલાકાત કરી હતી જેમણે બાળકોને અડોપ્ટ કર્યા છે. ઘણા બાળકો તો હવે એડલ્ટ પણ થઈ ગયા છે. મેં તેમના પ્રોસેસ અને એક્સપીરિયન્સ પર પણ ઘણી રિસર્ચ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IIFA Awards 2025 Jaipur / PM મોદીએ IIFA એવોર્ડ્સની રજત જયંતિ પર આપી શુભેચ્છા, 25 વર્ષ પૂર્ણ થવા પર લખ્યો ખાસ સંદેશ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.