SWARA BHASKAR IN PAKISTANI LAHENGA, POSTED PHOTOS ON INSTAGRAM WENT VIRAL
બોલિવૂડ /
પાકિસ્તાની લહંગામાં મહેંકી ઉઠી સ્વરા ભાસ્કર, સાસરીયામાં પગ મૂકતાં જ થયું ભવ્ય સ્વાગત, જુઓ તસવીર
Team VTV07:03 PM, 20 Mar 23
| Updated: 07:04 PM, 20 Mar 23
સ્વરા ભાસ્કરે પોતાનું રિસેપ્શન દિલ્હીમાં કર્યું હતું ત્યારબાદ બરેલીમાં ફહદની સાથે વલીમા પણ યોજ્યું હતું જેમાં તેણીએ પાકિસ્તાનથી આવેલ ડ્રેસ પહેર્યો હતો.
સ્વરા અને ફહદએ યોજ્યું વલીમા
સ્વરાએ પાકિસ્તાનથી મંગાવ્યો હતો ખાસ ડ્રેસ
સોશિયલ મીડિયા પર ફોટોઝ કર્યાં શેર
સ્વરા ભાસ્કર અને ફહદ અહમદનાં લગ્નની વિવિધ પાર્ટીઓ અને કાર્યક્રમો ચાલુ છે. નવદંપતિએ બરેલીમાં ધ ગ્રાંડ નિર્વાના રિઝોર્ટમાં વલીમા પાર્ટી પણ રાખી હતી જેમાં ઘણાં લોકો શામેલ થયાં હતાં.
સ્વરા ફહદનાં વલીમામાં સપા અને કોંગ્રેસથી તમામ નેતા પહોંચ્યાં હતાં. આ દરમિયાન ન્યૂ કપલની સાથે સૌએ ઘણાં ફોટોઝ પડાવ્યાં હતાં.
સ્વરા ભાસ્કરે પોતાના વલીમામાં પાકિસ્તાથી આવેલ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં એક્ટ્રેસ ઘણી સુંદર લાગી રહી હતી.
Heartfelt wishes to a child @FahadZirarAhmad spending years in school to shoulder the responsibility @ReallySwara and your success lies in making her remain a child throughout the life.Let your Nupital ❤️ knot stay strong forever.
From: Ur Teacher wali Di pic.twitter.com/R4SSTzV8Xa
સ્વરાએ પોતાના વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં પાકિસ્તાની ડિઝાઈનનો ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેના પર હેવી એમ્બ્રોડરીનું કામ કરેલું હતું. સ્વરા નોઝ રિંગ અને માથા પટ્ટી, હાર અને મોટા ઝૂમકામાં પોતાનો વલીમા લૂક કંપલિટ કરી રહી હતી. તેમના પતિ ફહદે સફેદ શેરવાનીની સાથે ગોલ્ડન કૂર્તો અને દુપટ્ટો પહેર્યો હતો.
સ્વરાએ પોતાના વલીમાની ફોટોઝ શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે દાવત-એ-વલિમાનાં ડ્રેસને સરહદ પારથી મોકલવામાં આવ્યું છે અને તે અત્યંત સુંદર છે. સ્વરાએ એવું પણ લખ્યું કે આ સુંદર ડ્રેસ બનાવવા બદલ ઘણો ઘણો ધન્યવાદ.
આ પહેલાં તેણીએ દિલ્હીમાં ગ્રેન્ડ રિસેપ્શન પણ યોજ્યું હતું. સ્વરા પોતાના દિલ્હીવાળા રિસેપ્શનમાં સ્લીવલેસ બ્લાઉઝની સાથે મલ્ટી કલરની ચોલી પહેરેલ હતી અને માંગ ટીકા-હેવી હારની સાથે તે અત્યંત સુંદર લાગી રહી હતી. તો પતિ ફહદે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી.
સ્વરાએ પોતાના વેડિંગ, પ્રિ-વેડિંગ ફંક્શનની તમામ ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોતાની કવ્વાલી નાઈટમાં બંનેએ ડાર્ક ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો.