નિવેદન / આત્મનિર્ભર ભારતને લઇ મોહન ભાગવતનું મોટું નિવેદન, સ્વદેશી સામન પર ભાર મૂકવા અંગે કહ્યું આવું...

swadeshi does not mean boycotting all foreign products says rss chief mohan bhagwat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નહીં. બુધવારે તેઓએ કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ ન બનવી અને દુનિયાને કોરોનાના અનુભવોથી સ્પષ્ટ કરાયું છે કે વિકાસનો એક નવો મૂલ્ય આધારિત મોડલની જરૂર છે. ભાગવતે કહ્યું કે સ્વદેશનો અર્થ જરૂરી નથી કે દરેક વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવે. ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાને આપેલા 2 પુસ્તકોનું લોકાર્પણ કરતાં કહ્યું કે સ્વતંત્રતા બાદ જેવી આર્થિક નીતિ બનવી જોઈએ તેવી બની નથી. આઝાદી બાદ માનવામાં આવ્યું નહીં કે આપણે લોકો કંઈ કરી શકીએ છીએ. પરંતુ સારું છે કે હવે તે શરૂ કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ