બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર 'ઈ વિટારા' લોન્ચ, જોરદાર લૂક અને રેન્જ સાથે નવાબી ફિસર્ચ

એસયુવી / મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર 'ઈ વિટારા' લોન્ચ, જોરદાર લૂક અને રેન્જ સાથે નવાબી ફિસર્ચ

Last Updated: 11:22 PM, 4 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ એ જ ઈલેકિટ્રક SUV છે જેને કંપનીએ ભારતમાં ગયા વર્ષે ઓટો એક્સપો દરમિયાન Maruti eVX ના નામથી કોન્સેપ્ટ તરીકે રજૂ કરી હતી. હવે કંપનીએ ઇટાલીના મિલાન શહેરમાં આયોજિત EICMA મોટર શો દરમિયાન તેનું ઉત્પાદન તૈયાર મોડલ રજૂ કર્યું છે.

દેશની અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની મૂળ કંપની સુઝુકીએ સત્તાવાર રીતે તેની નવી ઇલેક્ટ્રિક કાર Suzuki E Vitara રજૂ કરી છે. આ એ જ ઈલેકિટ્રક SUV છે જેને કંપનીએ ગયા વર્ષે ઓટો એકસપો દરમિયાન મારુતિ eVX ના નામથી ભારતમાં કોન્સેપ્ટ તરીકે રજૂ કરી હતી. હવે કંપનીએ ઈટાલીના મિલાન શહેરમાં આયોજિત EICMA મોટર શો દરમિયાન તેનું ઉત્પાદન તૈયાર મોડલ રજૂ કર્યું છે. એટલે કે આ કારને ભારતમાં મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર તરીકે રજૂ કરવામાં આવશે.

જાન્યુઆરી 2025માં યોજાનાર ઓટો એક્સપોમાં રજૂ કરાશે

Suzuki E Vitara એ Suzuki માટે વૈશ્વિક મોડલ છે. જે સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં બનાવવામાં આવશે. તેના ઉત્પાદનના 50 ટકા જાપાન અને યુરોપિયન બજારોમાં નિકાસ કરવાની યોજના છે. આ જ કારણે કંપનીએ ઇટાલીમાં આયોજિત વૈશ્વિક ઇવેન્ટ દરમિયાન આ ઇલેક્ટ્રિક એસયુવીનું પ્રોડકશન રેડી મોડલ પહેલીવાર દુનિયા સમક્ષ રજૂ કર્યું છે. તેને માર્ચ 2025માં ભારતીય બજારમાં વેચાણ માટે લોન્ચ કરવાની યોજના છે, જે પહેલા તેને જાન્યુઆરી 2025માં યોજાનાર ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવશે.

લુક-ડિઝાઇન અને તેની સાઈઝ મારુતિ eVX જેવી

નવી સુઝુકી ઇ-વિટારા વિશે વાત કરીએ તો, તે કોન્સેપ્ટ મોડલ જેવી જ છે. તેની લુક-ડિઝાઇન અને તેની સાઈઝ પણ મારુતિ eVX જેવી જ છે. જો કે કેટલાક તીક્ષ્ણ ખૂણા ઘટાડવામાં આવ્યા છે, તેમાંથી મોટા ભાગના eVX ખ્યાલ જેવા જ રહે છે. તેમાં આગળ અને પાછળ ટ્રાઇ-સ્લેશ LED ડેટાઇમ રનિગ લાઇટ્સ છે, આગળની કિનારીઓ પર ચાર્જિંગ પોર્ટ્સ અને પાછળના વ્હીલ કમાન પર વળાંક છે. આમાં, પાછળના દરવાજાના હેન્ડલને સી-પિલર પર ખસેડવામાં આવ્યું છે, જે એકદમ જૂની સ્વિફ્ટ જેવું છે.

ગાડીની માહિતી

18-ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ આ ઇલેક્ટ્રિક SUVની લંબાઈ 4,275 mm, પહોળાઈ 1,800 mm અને ઊંચાઈ 1,635 mm છે. તેનું વ્હીલબેઝ 2,700 mm છે, જે Creta કરતા લાંબું છે. આ મોટો વ્હીલબેસ કારની અંદર વધુ સારી બેટરી પેક સ્થાપિત કરવામાં મદદ કરશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm છે જે મોટા ભાગના ભારતીય રસ્તાઓની સ્થિતિ માટે પર્યાપ્ત છે. વેરિઅન્ટના આધારે તેનું કુલ વજન 1,702 kg થી 1,899 kg સુધીની છે.

બેટરી પેક અને રેંજ

Suzuki e Vitaraને કંપની દ્વારા બે અલગ અલગ બેટરી પેક (49kWh અને 61kWh) સાથે રજૂ કરવામાં આવી છે. આમાં, મોટા બેટરી પેકમાં ડ્યુઅલ-મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સેટઅપ આપવામાં આવ્યું છે, જેને કંપનીએ All Grip-E નામ આપ્યું છે. તેમાં ચાઈનીઝ કાર કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD) પાસેથી મેળવેલ બ્લડ સેલ લિથિયમ આયર્ન-ફોસ્ફેટ (LFP) બેટરી પેક છે. જ્યારે અન્ય કાર ઉત્પાદકો માત્ર બેટરી સેલની નિકાસ કરે છે, તેને સ્થાનિક રીતે એસેમ્બલ કરે છે અને તેમના વાહનોમાં તેનો ઉપયોગ કરે છે, ત્યારે સુઝુકી BYDમાંથી સમગ્ર બેટરી-પેક આયાત કરી રહી છે. જોકે, સુઝુકીએ હજુ સુધી આ ઈલેક્ટ્રિક SUVની રેન્જ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે 61kWhની ક્ષમતા ધરાવતું વિશાળ બેટરી પેક વૈશ્વિક પરીક્ષણમાં એક ચાર્જમાં 500 કિમી સુધીની ડ્રાઇવિગ રેન્જ આપી શકે છે. તેથી આ ઇલેક્ટ્રિક એસયુવી પાસેથી અંદાજે આટલી અપેક્ષા રાખી શકાય છે.

વધુ વાંચો : ઠંડીની સિઝન શરૂ થતા જ બાઇક બંધ પડવાનું શરૂ થઇ ગયું? તો ફૉલો કરો આ ટિપ્સ, પછી જુઓ!

શક્તિ અને પ્રદર્શન

પાવર વિશે વાત કરીએ તો, ફ્રન્ટ એકસલ પર સિંગલ મોટર સાથેની 49kWh બેટરી 144hpનો પાવર જનરેટ કરે છે. જ્યારે સિંગલ-મોટર લાર્જ 61kWh બેટરી પેક 174hp સુધીનું પાવર આઉટપુટ આપે છે. આ બંને વર્ઝન 189Nmનો ટોર્ક જનરેટ કરે છે. જોકે, e-AllGrip (AWD) વેરિઅન્ટ પાછળના એકસલ પર વધારાની 65hp મોટર ઉમેરે છે. જેના કારણે કુલ પાવર આઉટપુટ 184hp અને ટોર્ક 300Nm સુધી વધે છે, જે ઘણું વધારે છે.

આ સુવિધાઓ ઉપલબ્ધ છે: આ SUVના કેબિનની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ સ્ક્રીન સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમ અથવા યુઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. જેમાં માત્ર ટચસ્ક્રીનની સગવડ જ નથી પરંતુ તે હાલની સ્માર્ટપ્લે પ્રો+ સિસ્ટમ કરતાં પણ વધુ માહિતીપ્રદ ડિજિટલ ડાયલ ધરાવે છે. પાછળના ભાગમાં સિસ્પ્લટ-ફોલ્ડિંગ સીટો, એડજસ્ટેબલ હેડરેસ્ટ અને ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ અને તમામ મુસાફરો માટે ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ છે. મારુતિ ઇ વિટારા અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. તેમાં ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, AWD વર્ઝન માટે 'ટ્રેલ' સહિત ડ્રાઈવ મોડ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સિંગલ-ઝોન ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સાઈડ અને કર્ટેન એરબેગ્સ, હીટેડ મિરર્સ અને એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS)નો સમાવેશ થાય છે. આવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maruti eVX Suzuki E Vitara EICMA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ