બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સુઝલોન એનર્જીના ભાવમાં ઉછાળાના સંકેત, એક્સપર્ટની શેર ખરીદવાની સલાહ, જાણો ટાર્ગેટ પ્રાઈઝ
Last Updated: 08:23 PM, 15 August 2024
સુઝલોન એનર્જી શેર છેલ્લા કેટલાક વર્ષોથી જબરદસ્ત વળતર આપી રહ્યા છે. કંપનીના શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં તેના રોકાણકારોને 1138 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે તેના શેરે 2024માં અત્યાર સુધીમાં 200 ટકા વળતર આપ્યું છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં તેણે 300 ટકા સુધીનું વળતર આપ્યું છે. તેના રોકાણકારો ઘણા પૈસા કમાઈ રહ્યા છે. હાલમાં સુઝલોન એનર્જીના શેરની કિંમત 76.77 રૂપિયાની આસપાસ બંધ છે. છેલ્લા એક વર્ષથી મલ્ટિબેગર રિટર્ન આપતી ઉર્જા ક્ષેત્રના શેર સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં વધતા વલણને અટકાવવામાં આવ્યું છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે શેર 4.96 ટકાના ઘટાડા સાથે રૂ. 76.78 પર બંધ થયો હતો. આ સાથે સતત 5 દિવસનો ગ્રોથ પણ અટકી ગયો અને શેર રૂ. 84.40ના એક વર્ષના ઉચ્ચ સ્તરેથી 9.03 ટકા તૂટ્યો છે. આ સ્ટોક છેલ્લા એક મહિનામાં 40.55 ટકા અને 2024માં અત્યાર સુધીમાં 99.53 ટકા વધ્યો છે. જૂન 2024 સુધીમાં પ્રમોટરો કંપનીમાં 13.27 ટકા હિસ્સો ધરાવે છે, જે અગાઉના ક્વાર્ટરમાં 13.29 ટકાથી થોડો ઓછો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નિષ્ણાંતોના મતે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સુઝલોન પર સકારાત્મક વલણ અપનાવ્યું છે. સ્ટોકમાં નોંધપાત્ર વધારો થયો છે. ટૂંકાથી મધ્યમ ગાળાના પરિપ્રેક્ષ્યમાં સાવધ રહેવાની જરૂર હોવા છતાં, લાંબા ગાળા માટે મેનેજમેન્ટે બિઝનેસ પર કેટલીક મજબૂત કોમેન્ટ્રી આપી છે. સુઝલોનના રોકાણકારોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિચોવીને પૈસા કમાયા છે. પરંતુ હવે સુઝલોનના રોકાણકારો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ જોતાં હવે સુઝલોનના રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. શેરબજારના કેટલાક નિષ્ણાતોના મતે, સુઝલોનના રોકાણકારોએ હવે તેમના નફાના 50% બુક કરવા જોઈએ. કંપનીની આવક સ્થિર રહી પરંતુ નફો વધ્યો.
જો કે, તેણે એમ પણ કહ્યું કે સુઝલોન એનર્જીના શેર ચાર્ટને જોતા એવું લાગે છે કે તેના શેર આગામી દિવસોમાં રૂ. 95ની કિંમતને સ્પર્શી શકે છે. પરંતુ તેની સાથે સુઝલોન એનર્જીના શેરમાં પણ અત્યાર સુધીમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. અને તેના રોકાણકારોએ ઘણા પૈસા કમાયા છે. એટલા માટે તેઓએ તેમના નફાના 50 ટકા બુકિંગ કરવા જોઈએ. તો કેટલાક નિષ્ણાંતોના મતે સુજોન એનર્જીનો શેર આગામી દિવસોમાં રૂ. 95 થી રૂ. 115ના ભાવ સુધી જઈ શકે છે. પરંતુ તેની સાથે તેના રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ.
વધુ વાંચો : રોકાણકારો તૈયાર થઈ જાઓ! રિયલ એસ્ટેટની દિગ્ગજ કંપની લાવશે 1600 કરોડનો IPO
નિષ્ણાંતોના મતે સુઝલોનના ઐતિહાસિક ચાર્ટને જોતા તેને હજુ લાંબી મજલ કાપવાની છે. શેરની કિંમત લગભગ 14 મહિનામાં 8 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગઈ છે. નિષ્ણાંતો 90-95 રૂપિયાના લક્ષ્યની અપેક્ષા રાખી રહ્યા છે. જેઓ 60-55 રૂપિયાની આસપાસ સ્ટોપ લોસ સાથે હોલ્ડ જાળવી શકે છે તેઓએ આને તક તરીકે જોવી જોઈએ. તમને જણાવી દઈએ કે સ્ટોક એક્સચેન્જ BSE અને NSE એ સુઝલોન એનર્જીના શેરને ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્ક હેઠળ મૂક્યા છે. એક્સચેન્જો આ પગલું રોકાણકારોને શેરના ભાવમાં અસ્થિરતા વિશે ચેતવણી આપવા માટે લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.