Suspense over DyCM post remains, Sushil Modi says, "No one can take away the post of karyakarta"
બિહાર /
DyCM પદ અંગેનું સસ્પેન્સ યથાવત, સુશીલ મોદીએ કહ્યું, "કાર્યકર્તાનું પદ કોઈ નહીં છીનવી શકે"
Team VTV06:28 PM, 15 Nov 20
| Updated: 06:39 PM, 15 Nov 20
બિહારના આગામી નાયબ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. આ દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ રવિવારે ટિ્વટ કરીને કહ્યું હતું કે "ભાજપ અને સંઘ પરિવારે 40 વર્ષના રાજકીય જીવનમાં મને એટલું બધું આપ્યું હતું કે બીજું કઈં મેળવવાણી અપેક્ષા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભવિષ્યમાં જે જવાબદારી અપાશે તે પણ હું નિભાવીશ.કોઈ પણ મારી પાસેથી કાર્યકર્તાનું પદ છીનવી શકતું નથી."
બિહારમાં NDA ના ધારાસભ્ય દળની થઈ હતી બેઠક
CM પડે નીતિશ કુમારની થઈ વરણી, DyCM અંગે હજુ સસ્પેન્સ
સુશીલ મોદી એ પોતાના ટ્વિટમાં કટિહારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય તારકિશોર પ્રસાદને ભાજપના ધારાસભ્ય દળના નેતા બનવાની અને બેતિયાથી ચોથી વખત ધારાસભ્ય બનેલી રેણુ દેવીને ભાજપ વિધાનસભા દળના ઉપ-નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નીતિશ કુમાર બન્યા NDA ના નેતા, કાલે લેશે CM પદની શપથ
JDU ના પ્રમુખ નીતિશ કુમાર ને રવિવારે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ NDA ના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેનાથી નીતિશ કુમાર માટે મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કહ્યું કે, નીતિશ કુમારને NDA ની સંયુક્ત બેઠકમાં નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા, આ બેઠક બાદ નીતિશ કુમારે રાજભવન જઈ અને રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી અને સરકાર રચવા માટે દાવો અને પત્ર રજૂ કર્યા હતા.
નોંધનીય છે કે નીતિશ કુમાર એ હજુ એક દિવસ પહેલા જ રાજ્યપાલને મળીને બિહાર ના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યું હતું અને કેબિનેટ ભંગ કરીને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતીપ, જો કે તે તેમના ગત કાર્યકાળ માટેનું રાજીનામું હતું, જેથી કરીને હવે તેઓ ફરીથી ચોથી ટર્મ માટે અને સાતમી વાર CM પદ માટે શપથ ગ્રહણ કરશે. તેમણે મીડિયાને જણાવ્યું કે 16 નવેમ્બર સોમવારે સાંજે 4 થી 4.30 ની વચ્ચે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
નીતિશ કુમારે DyCM પદ અંગેનો જવાબ ટાળ્યો
નીતિશ કુમાર એ કહ્યું કે શપથ ગ્રહણ પછી કેબિનેટ બેઠક મળશે અને તેમાં નક્કી કરાશે કે ગૃહની બેઠક ક્યારે બોલાવવી જેથી સભ્યોને શપથ લેવાય. જ્યારે મંત્રીઓની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કેટલા લોકો શપથ લેશે, તે પણ નિર્ણય લેવામાં આવશે.
સુશીલ કુમાર મોદી નાયબ મુખ્ય પ્રધાન બનશે કે કેમ તે અંગેના સવાલ પર નીતિશ કુમાર એ કહ્યું કે ટૂંક સમયમાં આ અંગે તમામ સમાધાન થઈ જશે. નાયબ મુખ્યમંત્રીના નામ વિશે પૂછતાં રાજનાથસિંહે કહ્યું કે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.
હોઇ શકે છે બે નાયબ મુખ્યમંત્રી, સુશીલ મોદીને કેન્દ્રમાં મોકલી શકાય છે
હાલમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા અને ઉપનેતા ચૂંટાયેલા તારકિશોર પ્રસાદ અને રેણુંદેવી DyCM બની શકે છે, સૂત્રો એ આપેલી માહિતી અનુસાર સુધીલ કુમાર મોદીને હાલમાં કેન્દ્રમાં મોકલવાની ભાજપની યોજના હોઈ શકે છે, એવી પણ શક્યતાઓ છે કે મોદી સરકારના આગામી કેબિનેટ વિસ્તરણમાં તેમને મંત્રી પદ પણ અપાઈ શકે છે.