નિવેદન / ગૌરવ દહિયા કેસ : વકીલે કહ્યું, લીનુ સિંઘની 20 કરોડ અને મકાનની ડિમાન્ડ પૂરી ન થતાં ષડયંત્ર રચ્યું હતું

suspended ias officer gaurav dahiya case delhi high court advocate

ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા અને લીનું સિંઘ વચ્ચેના કેસ મામલે શનિવારે ગૌરવ દહિયાના વકીલે પત્રકાર પરિષદ યોજી લીનુ સિંઘના તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે તેમ જણાવ્યું છે. જુલાઇ મહિનામાં ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ પૈસા પડાવવા માટે કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે દહિયા સામેના આરોપો ખોટા સાબિત થયા છે અને કોઈ પુરાવા ન મળતા દિલ્હી હાઈકોર્ટના રાહત આપતા આદેશની માહિતી VTVGujarati.com એ સૌપ્રથમ આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ