જીંદગી સામે જંગ /
70 મિનીટ સુધી મોત સામે ઝઝૂમતી રહી સુષમા, AIIMS ના ડૉકટરો ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં
Team VTV11:42 AM, 07 Aug 19
| Updated: 11:56 AM, 07 Aug 19
પૂર્વ વિદેશ પ્રધાન અને દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી સુષમા સ્વરાજનું મંગળવાર રાતે હાર્ટ એટેક આવવાથી નિધન થયું. છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં 9.26 વાગે સુષમા સ્વરાજને એઇમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતા. જ્યાં ઉપસ્થિત તબીબોની ટીમે ઘણા પ્રયત્ન કર્યાં તેમ છતાં તેમને બચાવી નહીં શકતાં જૂનિયર ડોકટરોની આંખમાં આંસુ આવી ગયા હતા.
એઇમ્સ હોસ્પિટના ડોકટરો કદાચ પોતાના પર કંટ્રોલ રાખી શક્યાં હોત પરંતુ ભાવનાઓ આગળ તેઓ હારી ગયા અને બહાર નીકળી રડવા લાગ્યા હતા. 17 મિનીટ સુધી CPR અને હાર્ટને પંપ કરવા સાથે શૉક પણ આપ્યાં તેમ છતાં સુષમા સ્વરાજની હૃદયના ધબકારા શરૂ નહીં થતાં તેમને વેન્ટિલેન્ટરનો સપોર્ટ આપવામાં આવ્યો.
તેમ છતાં સુષમા સ્વરાજના શરીરે સાથ છોડવાનું શરૂ કરી દીધું હતું. ડોકટરો પાસે પણ તે સમયે કાંઇ કરવાનું બાકી રહ્યું નહોતું. સૂત્રોને મળતી જાણકારી મુજબ ડોકટરોની વાત માનીએ તો સુષમા સ્વરાજને રાતે 9.35 મિનીટ પર એઇમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતા.
જો કે તે પહેલાથી જ ડોકટરોની ટીમને એલર્ટ કરી બહાર રાખવામાં આવ્યાં હતા. જો કે ડૉકટરોની ટીમ સમજી ગઇ હતી કે સુષમા સ્વરાજને કાર્ડિએક અરેસ્ટ થયું છે. અંદાજે 10થી 15 મિનીટ સુધી CPR થી કામ ના થયું તો તરત શૉક આપવામાં આવ્યો.
ત્રણ વાર શૉક આપવા છતાં શરીર તરફથી કોઇ રિસ્પોન્સ ન મળતાં ત્રીજા વિકલ્પ એટલે કે હાર્ટ દ્વારા પંપ આપવાનો નિર્ણય લીધો. જો કે પંપ દ્વારા પણ કામ નહીં થતાં સુષમા સ્વરાજને વેન્ટિલેન્ટર પર રાખવામાં આવ્યાં. તેમ છતાં સુષમા સ્વરાજના હૃદયના ધબકકારા બંધ પડી ગયા હતા.