બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'તારું મોત એક રહસ્ય', સુશાંતસિંહની પુણ્યતિથી પર બહેન શેર કર્યો એક્ટરનો જૂનો વીડિયો

બોલીવુડ / 'તારું મોત એક રહસ્ય', સુશાંતસિંહની પુણ્યતિથી પર બહેન શેર કર્યો એક્ટરનો જૂનો વીડિયો

Last Updated: 03:27 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સુશાંતની ચોથી પુણ્યતિથિ પર તેની બહેન શ્વેતા સિંહ અને મિત્ર મહેશ શેટ્ટીએ સુશાંતને યાદ કરીને એક પોસ્ટ લખી છે. પોતાની પોસ્ટમાં તેણે સુશાંતના મોતનું સત્ય જાણવાની વાત કરી છે.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને છોડીને ચાર વર્ષ થઈ ગયા છે. તેના ચાહકો, મિત્રો અને પરિવાર આજે પણ સુશાંત સિંહની યાદોને ભૂલી શક્યા નથી. 14 જૂન 2020ના રોજ જ્યારે સુશાંતના મોતના સમાચાર આવ્યા તો સૌ ચોંકી ગયા હતા. આજે સુશાંતની ચોથી પુણ્યતિથિ પર તેની બહેન શ્વેતા સિંહ અને મિત્ર મહેશ શેટ્ટીએ સુશાંતને યાદ કરીને એક પોસ્ટ લખી છે. પોતાની પોસ્ટમાં તેણે સુશાંતના મોતનું સત્ય જાણવાની વાત કરી હતી.

થ્રોબેક વીડિયો શેર કર્યો

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. શ્વેતાએ શેર કરેલો પહેલો વીડિયો સુશાંત સિંહ રાજપૂતનો થ્રોબેક વીડિયો હતો. તેમાં સુશાંત તેની બહેનો સાથે મસ્તી કરતો જોવા મળે છે. બીજો વીડિયો સુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થના સભાનો છે.

સુશાંતની બહેન ભાવુક થઈ ગઈ

શ્વેતાએ વીડિયોની સાથે એક ઈમોશનલ નોટ પણ પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "ભાઈ, તમે ગયા તેને ચાર વર્ષ થઈ ગયા છે અને અમને હજુ પણ ખબર નથી કે 14 જૂન 2020 ના રોજ શું થયું? તમારું મૃત્યુ હજુ પણ એક રહસ્ય છે. મેં સત્ય માટે માંગ કરી છે, પરંતુ આજે, છેલ્લી વખત, હું મદદ કરી શકે તેવા દરેકને પૂછી રહી છુંઃ શું આપણને એ જાણવાનો હક નથી કે આપણા ભાઈ સુશાંતનું શું થયું હતું ?

આ પણ વાંચોઃ આમિર ખાનના પુત્ર જુનેદની ફિલ્મ 'મહારાજ'ની રિલીઝ પહેલા ગુજ.હાઇકોર્ટનો સ્ટે, કારણ વિવાદિત

સુશાંતના મિત્રએ શું લખ્યું ?

સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત માટે ન્યાયની માંગ કરી છે. તેમણે પૂછ્યું કે હજુ કેટલો સમય રાહ જોવી પડશે. મહેશ શેટ્ટીએ પોસ્ટમાં પોતાની પીડા વ્યક્ત કરી છે.તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું-હજુ કેટલી રાહ જોવી પડશે! બીજું એક વર્ષ પસાર થઈ ગયું... બધા કહે છે કે સમય સાથે બધું સરળ થઈ જાય છે અને સમય બધા જખમોને મટાડે છે, પરંતુ સવાલ પરેશાન કરતા રહે છે.. અને તે વધારે તકલીફ આપે છે.

PROMOTIONAL 11

સંકળાયેલા મુદ્દાઓ

shweta Singh Sushant Singh Rajput Death Anniversary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ