ચર્ચા / શું ખરેખર સુશાંતના કેસમાં સલમાન ખાનની પૂછપરછ થશે? જાણો શું છે હકીકત

sushant singh rajput suicide case salman khan will not be summoned for questioning

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં બાન્દ્રા પોલીસ આ કેસની ગુત્થીનો ઉકેલ લાવવા માટે 35થી વધુ લોકોનું નિવેદન નોંધી ચૂકી છે. જેમાં સુશાંતના પરિવારજનો સિવાય તેના નજીકના મિત્ર, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા, તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની કો-સ્ટાર સંજના સાંઘી અને યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત ઘણાં લોકો સામેલ છે. આ મામલે મુબંઈ પોલીસે ગયા અઠવાડિયે સલમાન ખાનની એક્સ મેનેજર રેશ્મા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. હવે એવું કહેવાઈ રહ્યું છે કે, પોલીસ સલમાન ખાનની પણ પૂછપરછ કરી શકે છે. જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, પોલીસ સલમાનની આ મામલે કોઈ પૂછપરછ કરશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ