બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / sushant singh rajput death case cbi may add ipc section 302 in the case of sushant singh rajput death

સુશાંત સિંહ રાજપૂત કેસ / ઘટસ્ફોટ : સુશાંતના કેસમાં હત્યાની કલમ ઉમેરાઈ શકે, CBI આ બે વ્યક્તિને બનાવશે સરકારી સાક્ષી

Dharmishtha

Last Updated: 09:22 AM, 2 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈ જલ્દી આઈપીસીની કલમ 302 (હત્યા) ઉમેરી શકે છે. સુશાંતના મોતની તપાસમાં એમ્સે સીબીઆઈને વિસેરા રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટને જોતા તપાસ આગળ વધી છે. આ તપામાં સીબીઆઈ સુશાંતના મેનેજર સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજને સરકારી સાક્ષી બનાવી શકે છે.

  • મોતના એક દિવસ પહેલા રિયા સુશાંતને મળવા ગઈ હતી
  •  સુશાંતના મેનેજર સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજને સરકારી સાક્ષી બની શકે
  • સુશાંતે આત્મહત્યા સામાન્ય નહોતી

ઉલ્લેખનીય છે કે એમ્સની રિપોર્ટમાં એ વાત કરવામાં આવી છે કે તેના વિસેરામાં કોઈ ઝેરના પુરાવા મળ્યા નથી. જો કે એમ્સની રિપોર્ટમાં અનેક એવા તથ્ય છે જે સંકેત આપે છે કે સુશાંતે આત્મહત્યા સામાન્ય નહોતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગળામાં લિગેચર માર્ક સામાન્ય આત્મહત્યા જેવા નહોતા. વિસેરામાં ડ્રગ્સને લઈને કોઈ પુરાવા મળ્યા નથી.

મુંબઈના બીજેપી સેક્રેટરી અને એડવોકેટ વિવેકાનંદે કહ્યું તે એક નજરે જોનારનો દાવો છે કે સુશાંત મોતના એક દિવસ પહેલા રિયા સુશાંતને મળવા ગઈ હતી. એ બાદ સુશાંત તેને ઘરે મુકવા ગયા હતા. રિયા 8 જૂન બાદ સુશાંતને ન મળી હોવાનો દાવો ખોટો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ પિઠાનીને સુશાંતના ઘરની તમામ માહિતી રહેતી હતી. સુશાંતની મોતના એક દિવસ પહેલા તેને મળવા કોણ કોણ આવ્યુ હતુ. સુશાંત અને રિયા છેલ્લે ક્યારે મળ્યા હતા. તમામ માહિતી સિદ્ધાર્થે સીબીઆઈને આપી છે. સિદ્ધાર્થની જેમ સુશાંતનો કુક નિરજ પણ આ કેસમાં મહત્વની કડી છે. ત્યારે મનાઈ રહ્યું છે કે સીબીઆઈ સિદ્ધાર્થ અને નીરજને સરકારી સાક્ષી બનાવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sushant Singh Rajput cbi death case સીબીઆઈ સુશાંત સિંહ રાજપુત હત્યા sushant singh rajput
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ