બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Sushant Singh Rajput Case Subramanian Swamy Appoints Advocate To Process A Possible Cbi Investigation
Noor
Last Updated: 09:37 AM, 10 July 2020
ADVERTISEMENT
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું- મેં ઈશકરણને સુશાંતની આત્મહત્યા કેસમાં CBI તપાસ અથવા PIL કે પછી ગુનાહિત ફરિયાદ માટે પ્રોસેસ શરૂ કરવા માટે કહ્યું છે. તેમણે પોતાની ટ્વિટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે, ઈશકરણ સિંહ ભંડારી CBI તપાસ અથવા PIL કે ગુનાહિત ફરિયાદ માટે તમામ ડેટા એકઠાં કરશે.
I have asked Ishkaran to look into facts of Sushant Singh Rajput death case & see whether it's a fit Case for CBI investigation. Then accordingly to see justice is done. For Updates follow @ishkarnBHANDARI
— Subramanian Swamy (@Swamy39) July 9, 2020
ADVERTISEMENT
બીજી તરફ ટ્વીટર પર CBIForSonOfBihar ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે ઈશકરણે ટ્વિટ કરીને લોકોને રિલેવન્ટ ઈન્ફોર્મેશન જ શેર કરવાની અપીલ કરી છે. વકીલે કહ્યું, જો પુરાવા પુખ્તા હોય તો જ કોર્ટ જવાય. તમે તમારા પ્રેમમમાં, દુઃખમાં જો 20-20 વખત એવી વસ્તુઓ મને મોકલશો જે રિલેવન્ટ નથી તો હું તેને વાંચી નહીં શકું અને અગત્યની બાબતો છૂટી જશે. કેસ ઈમોશન્સથી નહીં પણ કાયદાથી જીતાય છે.
#CBIForSonOfBihar pls send all relevant information
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 9, 2020
pic.twitter.com/3YU0QLXxTN
સુશાંતની આત્મહત્યાના સંબંધમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સંભવિત સીબીઆઈ તપાસ માટે ઉઠાવેલાં પગલાંની ટ્વિટર પર ખૂબ પ્રસંશા થઈ રહી છે. લોકો સુબ્રમણ્યમનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, લોકો બોલિવૂડમાં નેપોટિઝ્મ અને ગ્રુપિઝ્મને સુશાંતીની મોત પાછળનું કારણ માની રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ નેપોટિઝ્મ અંગે તમામ સેલેબ્સ પોતાનો મત જાહેર કરી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.