બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂતના બર્થ ડે પર બહેન શ્વેતાએ શેર કરી ઇમોશનલ પોસ્ટ, જોઈને ફેન્સ પણ ભાવુક
Last Updated: 02:00 PM, 21 January 2025
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો આજે જન્મ દિવસ છે. 'સપના જોનારા લેજેન્ડ'ની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક સુંદર વીડિયો શેર કરીને તેને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી છે. શ્વેતાએ ભાઈના જન્મ દિવસને 'સુશાંત ડે'નુ નામ આપ્યું છે. શ્વેતાની આ પોસ્ટ પર સુશાંતના ફેન્સે ખુબ બધો પ્રેમ પણ વરસાવ્યો છે. અને દિવગંત એક્ટરને યાદ પણ કર્યો છે.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો મોન્ટેજ શેર કરતા શ્વેતા સિંહે લખ્યું, “સ્ટાર, સ્વપ્નદ્રષ્ટા એક જીવંતકથા સમાન, જન્મદિવસની શુભેચ્છાઓ તેને ભાઈ! તમારી રોશની લાખો લોકોના હૃદયમાં ઝળકી રહી છે. તમે ફક્ત એક એક્ટર નહોતા, તમે એક શોધક, વિચારક, જિજ્ઞાસા અને પ્રેમથી ભરપૂર આત્મા હતા. તમે જે દુનિયાની પ્રશંસા કરી, જે સપનાઓનો તમે ખૂબ નિર્ભયતાથી પીછો કર્યો, તે તમે અમને બધાને સીમાઓથી આગળ વધવાનું, પ્રશ્નો પૂછવાનું અને ઊંડાણપૂર્વક પ્રેમ કરવાનું શીખવ્યું.
મારા ભાઈની યાદ આવી ગઈ
ADVERTISEMENT
શ્વેતાએ પોતાના ભાઈ માટે આગળ લખ્યું, ''તમારું દરેક સ્મિત, તમારા સપના અને તમારા વિચારો અમને યાદ અપાવે છે કે તમે શાશ્વત છો. તમે ફક્ત એક યાદ નથી, તમે એક ઉર્જા છો, એક શક્તિ છો જે સતત પ્રેરણા આપતી રહે છે.''
સુશાંત ડે
શ્વેતાએ આગળ લખ્યું, ''ભાઈ, તારા માટે મારો પ્રેમ શબ્દોની પરે છે અને તારી ખોટ પૂરાઇ શકતી નથી. આજે, અમે તમારી પ્રતિભા, જુસ્સા અને તમારા સુંદર આત્માની ઉજવણી કરીએ છીએ. ચાલો આપણે મોટા સપના જોતા રહીએ, સંપૂર્ણ રીતે જીવીએ અને પ્રેમ ફેલાવતા રહીએ, સુશાંતનું સન્માન કરીએ. સૌને સુશાંત દિવસની શુભકામનાઓ.''
અંકિતા લોખંડેની પણ પ્રતિક્રિયા આવી
શ્વેતા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના ભાઈનો ઉલ્લેખ કરે છે. અભિનેત્રી અંકિતાના જન્મદિવસ પર, શ્વેતાએ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી અને કહ્યું કે ભાઈ સુશાંતનો પ્રેમ હંમેશા તમારી સાથે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ અંકિતા લોખંડેના જન્મદિવસની પોસ્ટ પર ટિપ્પણી કરતા, સુશાંતની બહેને લખ્યું હતું કે, "તમને જન્મદિવસની શુભકામનાઓ પ્રિય. તમે હંમેશા ખુશ અને સ્વસ્થ રહો. ભાઈ (સુશાંત સિંહ રાજપૂત)નો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે છે.''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.