બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:16 PM, 1 October 2024
આ વર્ષે સર્વ પિતૃ અમાસ પર સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, જે ઘણો ખાસ સંયોગ બનાવશે. સર્વ પિતૃ અમાસ પિતૃ પક્ષનો વિશેષ દિવસ છે. આ તિથિએ તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાન કરવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને પુણ્ય ફળ મળે છે અને તેની સાથે પિતૃદોષથી પણ રાહત મળે છે.
ADVERTISEMENT
આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાસ પડી રહી છે અને આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે થવાનું છે. આ સંયોગની ખરાબ અસર અમુક રાશિઓ પર પડશે, ખાસ 3 રાશિના જાતકોએ આ ગ્રહણથી સાવધાન રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
કર્ક રાશિ
આ રાશિના લોકો લોકો સૂર્યગ્રહણ દરમિયાન થોડો માનસિક તણાવ અનુભવી શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણ દરમિયાન ધાર્મિક વિધિઓ કરવાથી મન શાંત રહે છે. આ દરમિયાન મંત્રોનો જાપ અવશ્ય કરો.
સિંહ રાશિ
સૂર્યગ્રહણની ખરાબ અસર સિંહ રાશિના લોકો પર પણ પડશે. સૂર્યગ્રહણ દરમિયાન આ રાશિના લોકો અહંકારી બની શકે છે અને તેઓ અન્યની લાગણીઓ વિશે ઓછી કાળજી લેશે. સિંહ રાશિના કેટલાક લોકોને સૂર્યગ્રહણ દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે અને ઉતાવળે કોઈ નિર્ણય લેવાનું ટાળો.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક અનિશ્ચિતતા અનુભવી શકે છે અને તેઓ તેમના ધ્યેયો વિશે મૂંઝવણ અનુભવશે. સૂર્ય ગ્રહણ ધનુ રાશિના લોકોને વધારે ઉત્તેજિત કરી શકે છે, જેના કારણે તેઓ ઉતાવળે નિર્ણય લઈ શકે છે., એટલે ખાસ ઉતાવળે કોઈ નિર્ણય લેવાનું ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.