બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આ તારીખે થશે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ, કોઈપણ તીર્થસ્થાન પર કરો આ કામ, દૂર થશે તમામ દોષ!
Last Updated: 02:26 PM, 20 September 2024
વર્ષ 2024નું બીજું અને છેલ્લુ સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબરે છે. આ સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબરે રાત્રે 9.19 મિનિટે શરૂ થશે અને રાત્રે 3.17 મિનિટ પર ગ્રહણ સમાપ્ત થશે. આ સૂર્ય ગ્રહણનો સમયગાળો 6 કલાકનો છે. તેના પછી 2025માં સૂર્ય ગ્રહણ થશે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, ચંદ્ર ગ્રહણથી 9 કલાક પહેલા સૂતકકાળ શરૂ થાય છે તો સૂર્ય ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા સુતકકાળ શરૂ થાય છે. ભારતમાં સૂર્ય ગ્રહણનો સમય રાત્રે હશે જેના કારણે તમે સૂર્ય ગ્રહણને જોઈ નહીં શકો અને સુતકકાળ માન્ય નહીં રહે. ધાર્મિક માન્યતાના અનુસાર, સુતકકાળમાં ધર્મ-કર્મ અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. જ્યારે ગ્રહણ થાય છે ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે શું કરવું જોઈએ જેથી ગ્રહણની અસર સમાપ્ત થાય અને તેના શુભ પરિણામો મળે.
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણનું ઘણું મહત્વ છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. વર્ષ 2024નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતથી શરૂ થશે અને 3 ઓક્ટોબરની સવારે 3:17 સુધી ચાલશે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ દરમિયાન જો કોઈ તીર્થસ્થળ પર ગંગા સ્નાન કરે તો તેને વિશેષ ફળ મળે છે, પરંતુ જો કોઈ તીર્થસ્થળ પર સ્નાન ન કરવામાં આવે તો તેનું કોઈ ફળ મળતું નથી. ગ્રહણ સમયે તીર્થસ્થળ પર ગંગા સ્નાન કરવાથી તમામ દોષો દૂર થાય છે અને વ્યક્તિને શુભ ફળ મળે છે.
ADVERTISEMENT
ભારતના આ ગામમાં કોઈ પગરખાં નથી પહેરતું, કારણ છે વિચિત્ર
હર કી પૌરી પર સ્નાન કરવાનું મહત્વ
ગૌમુખ પછી માતા ગંગા પહાડોમાંથી પસાર થઈને હરિદ્વારના સપાટ વિસ્તારમાં આવે છે. શાસ્ત્રોમાં માતા ગંગાનું સૌથી વધુ મહત્વ હરિદ્વારમાં જણાવવામાં આવ્યું છે. જો ગ્રહણ દરમિયાન હરિદ્વાર હર કી પૌરી ખાતે ગંગામાં સ્નાન કરવામાં આવે તો ગ્રહણની તમામ અશુભ અસર દૂર થઈ જાય છે. હર કી પૌરીમાં ગંગા સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે અને માતા ગંગાની કૃપા હંમેશા બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.