સર્વે /
લોકડાઉનમાં ધનવાનોની કમાણી એટલી થઇ કે 13 કરોડ ગરીબોને મળી શક્યા હોત આટલા રુપિયા
Team VTV02:33 PM, 25 Jan 21
| Updated: 02:35 PM, 25 Jan 21
કોરોના સંકટે દુનિયામાં આવકની અસમાનતામાં વધારો કર્યો છે. માર્ચ 2020થી ડિસેમ્બર 2020 સુધીના લોકડાઉન અને અન્ય મુશ્કેલીઓના કારણે જ્યાં કરોડો લોકો વધારે ગરીબ થયા છે, ત્યાં દુનિયાના ટોપ અમીરોની સંપત્તિમાં અંદાજે 3.9 ટ્રિલિયન અમેરિકન ડોલર (અંદાજે 285 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
એક ખાનગી એનજીઓ Oxfam એ સોમવારે પોતાના એક રિપોર્ટમાં આ અંગેની જાણકારી આપી છે. આ રિપોર્ટ સ્વિત્ઝરલેન્ડમાં થઇ રહેલા દાવોસ સમિટમાં રજૂ કરવામાં આવશે.
100 અરબપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડની વૃદ્ધિ
ઓક્સફેમના રિપોર્ટ 'ઇનઇકાવાલિટી વાયરસ'માં જણાવામાં આવ્યું છે કે, 'માર્ચ 2020ની બાદના સમયગાળામાં ભારતમાં 100 અરબપતિઓની સંપત્તિમાં 12 લાખ કરોડથી વધારે એટલે કે 12,97,822 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ ગઇ છે. આટલી રકમનું વિતરણ કોઇ દેશના સૌથી વધારે ગરીબ લોકોમાં કરવામાં આવ્યું હોત તો અંદાજે 13.8 કરોડ પ્રત્યેક વ્યક્તિને 94,045 રુપિયા મળ્યા હોત.
1930ની મહામંદી પછીનું સૌથી મોટુ આર્થિક સંકટ
રિપોર્ટમાં આવકની અસામનતાની વાત કરતા જણાવામાં આવ્યું કે મહામારી દરમિયાન મુકેશ અંબાણીને એક કલાકમાં જેટલી આવક થઇ, તેટલી કમાણી કરવામાં એક એકુશળ મજદૂરને દસ હજાર વર્ષ લાગી જાય. રિપોર્ટના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ મહામારીએ છેલ્લા 100 વર્ષનું સૌતી મોટુ આરોગ્ય સંકટ છે અને તેને લઇને 1930ની મહામંદી પછીનું આ સૌથી મોટુ આર્થિક સંકટ ઉભુ થયું છે.
અંદાજે 540 અરબ ડોલર વધી ટોપ 10 અરબપતિઓની સંપત્તિ
રિપોર્ટના જણાવ્યાં અનુસાર, 18 માર્ચથી 31 ડિસેમ્બર 2020 દરમિયાન દુનિયાના 10 ટોચના અરબપતિઓની સંપત્તિમાં 540 અરબ ડોલરનો વધારો થયો છે. એવુ અનુમાન છે કે આ દરમિયાન ઓછામાં ઓછા 20 કરોડથી 50 કરોડ લોકો ગરીબ થઇ ગયા છે. કોરોના વાયરસે દુનિયામાં હાલની આવકમાં અસામનતાનો વધારો કર્યો છે. તેની શિક્ષા, આરોગ્ય અને એક સારુ જીવન જીવવાના અધિકારો પર વધારે અસર થશે.
કોરોના વાયરસે દુનિયામાં હાલ આવકની અસામનતા વધારી દીધી છે. તેનું શિક્ષણ, આરોગ્ય અને એક સારા જીવનના અધિકારી પર ઉંડી અસર થઇ છે.
ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું કે, આ રિપોર્ટથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાથી કેવી રીતે મોટા આર્થિક સંકટ દરમિયાન ધનવાન લોકોની સંપત્તિ વધારી છે, જ્યારે કરોડો લોકો ઘણી મુશ્કેલીમાંથી પસાર થતા જોવા મળ્યાં છે.