survey corona epidemic had a profound effect on students
મોટો સર્વે /
કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ નકામું નીવડ્યું : બાળકોને જે શિખવાડ્યું તે ભૂલી ગયા, NCEE સર્વેમાં ખુલાસો
Team VTV06:39 PM, 22 Mar 22
| Updated: 06:59 PM, 22 Mar 22
એક નવા સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે, મહામારી દરમિયાન બાળકોના ભણવાની-લખવાની ક્ષમતામાં ખૂબ ઘટાડો થયો છે.
એક નવા સર્વેમાં મોટો ખુલાસો થયો
ઓનલાઈન શિક્ષણથી બાળકો કંઈ શિખ્યા નહીં
બાળકોમાં ભણવાની અને લખવાની આદતો છૂટતી ગઈ
કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલો બંધ રહી, જેની અસર બાળકોના અભ્યાસ પર પડી. જો કે, ઓનલાઈન ક્લાસ ચાલુ હતા. પણ તેની પોઝિટિવ અસર ખૂબ ઓછી પડી છે. એક નવા સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે, મહામારી દરમિયાન બાળકોના ભણવાની-લખવાની ક્ષમતામાં ખૂબ ઘટાડો થયો છે. આ સર્વે દક્ષિણના 3 રાજ્યોમાં તમિલનાડૂ, કર્ણાટક અને તેંલગણામાં થયો છે. જેને નેશનલ કોલેશન ઓફ એજ્યુકેશન ઈમરજેંસીએ કરાવ્યો છે.
ભણવાની ક્ષમતા પર અસર પડી
આ સર્વેમાં 70થી 80 ટકા વાલીઓનું માનવું છે કે, મહામારી દરમિયાન તેમના બાળકોની ભણવાની અને લખવાની ક્ષમતા પર અસર પડી છે. આ સર્વે ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022ની વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં 500 પરિવારો સામેલ થયા હતા. આ તમામ પરિવાર નિમ્ન આવક ધરાવતા હતા. તેમનું કહેવુ છે કે, બાળકો, વર્ણમાળા ભૂલી ગયા છે અને સાથે જ શિખવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ છે. સર્વેમાં આ વાત સામે આવી છે કે, બાળકોએ પોતાની પરીક્ષા માટે તૈયાર નહોતા. અંતર ખૂબ વધી ગયું છે અને તે ઘટાડવું ખૂબ અઘરુ હશે.
આપવું પડશે ખાસ ધ્યાન
અધ્યયનમાં એ કહેવામાં આવ્યુ છે કે, જે ઘરોમાં સ્કૂલથી અલગ ભાષા બોલવામાં આવે છે, તે ઘરના બાળકો પર વધારે અસર પડી છે. ત્યારે આવા સમયે બાળકો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો તેમને બે ગ્રેડ આગળ કરવામા આવે તો, તેમની સામે મોટી મુશ્કેલીઓ આવી શકે છે.
બાળકોની આદતમાં ફેરફાર
તો વળી વાલીઓનું કહેવુ છે કે, લોકડાઉન દરમિયાન બાળકોની આદતોમાં ખૂબ જ પરિવર્તન આવ્યા છે. બાળકોમાં ધ્યાનની કમી, મોબાઈલ ફોનની લત, શિસ્તની કમી, ભણવામાં મન ન લાગવું, ટીવી જોવાની આદત, માનસિક તણાવ, ખાવાની આદતોમાં ફેરફાર અને એકલાપણા જેવી સમસ્યા જોવા મળી રહી છે. કેટલાય માતા-પિતાએ એવું પણ ધ્યાન દોર્યું છે કે, બાળકોએ સ્વચ્છતા પર પણ ધ્યાન આપવાનું છોડી દીધું છે.
પ્રાઈવેટ સ્કૂલોની હાલત આનાથી પણ વધારે ખરાબ
લોકડાઉન દરમિયાન કર્ણાટકની સરકારી સ્કૂલોમાં 2/3થી પણ ઓછા વિદ્યાર્થીઓ પાસે તમામ પાઠ્યપુસ્તકો હતા. પ્રાઈવેટ સ્કૂલની સ્થિતિ તો આનાથી પણ વધારે ખરાબ હતી. પ્રાઈવેટ સ્કૂલની વધારે ફીના કારણએ કેટલાય બાળકો ઓનલાઈન અભ્યાસ છોડવા મજબૂર બન્યા. તો વળી વાલીઓની વચ્ચે ઓનલાઈન એજ્યુકેશન વિશે એકમત છે, કે આ માધ્યમથી તેમના બાળકો કંઈ શિખ્યા નથી. જે વાલીઓ સમર્થ છે તેમને ઓનલાઈન અભ્યાસનું સમર્થન કર્યું છે.