સુરેશ રૈનાની કમી ચેન્નાઈ સુપર કિંગ્સની રમતમાં સ્પષ્ટ જોવા મળી રહી હતી. ચાર વખત ચેમ્પિયન રહેલી સીએસકે આઈપીએલ 2022માં નવમાં સ્થાને રહી.
IPL 2022 ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા હતા રૈના
CSK માટે બનાવ્યા છે સૌથી વધારે રન
હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર સુરેશ રૈના પોતાના નિવેદનો અને ટ્વીટ્સના કારણે ચર્ચામાં રહે છે. રૈના ઈન્ડિયન પ્રીમિયર લીગની નીલામીમાં અનસોલ્ડ રહેવાના કારણે હાલની સીઝનમાં પ્લેયર તરીકે ભાગ નથી લઈ શક્યા. પરંતુ રૈના કમેન્ટ્રી દ્વારા જરૂર પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે.
સુરેશ રૈનાએ શેર કર્યો વીડિયો
હવે સુરેશ રૈનાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે 'ગદા' લઈને વર્કઆઉટ કરી રહ્યા છે. રૈનાનો આ વીડિયો મહાભારતના ભીમની યાદ અપાવે છે. સોશિયલ મીડિયા પર રૈનાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
IPLમાં પાંચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
આઈપીએલ 2022માં બે કરોડ રૂપિયા બેસ પ્રાઈસ વાળા સુરેશ રૈના પર કોઈએ દાવ ન લગાવ્યો હતો. રૈના આઈપીએલના ઈતિહાસમાં પાંચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રૈનાએ 205 આઈપીએલ મેચમાં 5,528 રન બનાવ્યા હતા. આ મામલામાં તેમની આગળ ફક્ત વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર છે.
CSKમાં જોવા મળી રૈનાની કમી
આઈપીએલ 2022માં સુરેશ રૈનાની કમી ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં સ્પષ્ટ જોવા મળી. ચાર વખત ચેમ્પિયન સીએસકે 14માંથી ફક્ત 4 મેચ જીતી શક્યું અને નવમાં સ્થાન પર રહ્યું. સીએસકે ફેન્સને આશા છે કે સુરેશ રૈના આવતા વર્ષે આઈપીએલમાં પોતાની પસંદીગીની ટીમમાં વાપસી કરશે. ચેન્નાઈ કિંગ્સ માટે આઈપીએલમાં સૌથી વધારે રન સુરેશ રૈનાએ જ બનાવ્યા છે.