બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જ સ્થાન ન મળ્યું, સુરેશ રૈનાને થયો અફસોસ
Last Updated: 05:30 PM, 19 January 2025
બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી દીધી છે અને તેમાં ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ ન હોવું ચોંકાવનારું છે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતનાર ટીમનો હિસ્સો રહેલા સુરેશ રૈનાએ સૂર્યકુમાર યાદવને ન લેવાના નિર્ણય પર ભારે આઘાત વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
Suresh Raina Said : “Kuldeep Yadav has that stillness, different action and bowls in a very different way. So, I think the X-factor in middle-overs bowling will be Kuldeep Yadav," (IANS)
— Vipin Tiwari (@Vipintiwari952) January 19, 2025
pic.twitter.com/tvY5I3LmcN
સૂર્યકુમાર ટીમમાં હોત તો એક્સ ફેક્ટર સાબિત થયો હોત
ADVERTISEMENT
રૈનાએ કહ્યું કે સૂર્યકુમાર વર્લ્ડ કપ ટીમનો મહત્વનો હિસ્સો હતો. તે 360 ડિગ્રીનો ખેલાડી છે જે મેચના કોઈપણ તબક્કે પ્રતિ ઓવર નવા રન બનાવી શકે છે. તે વિરોધી ટીમ પર પ્રભુત્વ મેળવી શકે છે અને અલગ અંદાજમાં બેટિંગ કરી શકે છે. જો સૂર્યકુમાર ટીમમાં હોત તો તે એક્સ ફેક્ટર સાબિત થયો હોત. સૂર્યકુમાર કોઈ પણ સ્થિતિમાં બેટિંગ કરી શકે છે.
રોહિતની ટીમમાં ટ્રોફી જીતવાની ક્ષમતા
ADVERTISEMENT
રૈનાએ કહ્યું કે રોહિત શર્માની ટીમમાં ચેમ્પિયન બનવાની ક્ષમતા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ટીમનું યોગ્ય સંયોજન તૈયાર કરવું. દુબઈની પીચ થોડી ધીમી હશે પરંતુ આપણી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માટે સક્ષમ છે.
ભારતે ક્યારે જીતી ચેમ્પિયન્સ ટ્રોફી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ભારત બે વારનું ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા છે. 2022માં પહેલી વાર શ્રીલંકા સાથે સંયુક્ત ટ્રોફી જીતી હતી ત્યાર બાદ 2013માં ધોનીની આગેવાનીમાં ભારતે ટ્રોફી જીતી હતી.
રોહિત કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન
ADVERTISEMENT
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15-સભ્ય ભારતીય ક્રિકેટ ટીમની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે (18 જાન્યુઆરી) મુંબઈમાં BCCI મુખ્યાલય ખાતે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે, શુભમન ગિલને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમઃ
ADVERTISEMENT
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.