બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભૂલાઈ! મહિલા ડાન્સરોના ભોજપુરી ગીત પર અશ્લિલ ઠુમકા, જુઓ વીડિયો
Last Updated: 02:24 PM, 20 September 2024
સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતરના મેળામાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે તમને વિચારતા કરી મૂકશે. પોતાની ભાતીગળ સંસ્કૃતિ માટે પ્રખ્યાત મેળામાં પરંપરાને બાજુએ મૂકીને યુવતીઓએ ભોજપુરી ડાન્સ પર ઠુમકા લગાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મેળો પૂરો થઈ ગયા પછી તેના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં રાઈડ્સ સાથે આવેલી યુવતીઓ ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થતા ચર્ચા જગાવી છે. મેળો પૂરો થઈ ગયા પછી મેળાના આ દ્રશ્યો વાયરલ થતા એમ લાગી રહ્યું છે કે તંત્રએ આની કોઈ નોંધ લીધી નથી.
ADVERTISEMENT
Surendranagar News: વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં પરંપરા ભૂલાયાનો વીડિયોથી ઉઠ્યા સવાલ I VTV GUJARATI#surendranagar #TaranetarMelo #Taranetar #tarnetarfair #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/rtUNga6PQP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 20, 2024
તરણેતરના મેળામાં ભૂલાઈ પરંપરા
ADVERTISEMENT
સામાન્ય રીતે આ મેળામાં મેળામાં હુડો રાસ, માલધારી રાસ, દુહા, લોકનૃત્ય, છંદ આકર્ષણનુ કેન્દ્ર બને છે, ત્યારે આ વર્ષે ભોજપુરી ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે તરણેતરના મેળામાં ભોજપુરી ગીતો પર યુવતીઓના અશ્લિલ ઠુમકાના વીડિયોથી સવાલ ઉઠી રહ્યા છે કે ભાતીગળ મેળામાં અશ્લિલતાનો નાચ કેમ? પરંપરા ભૂલીને અશ્લિલતા પીરસનાર કોણ? શું આપણે આપણી પરંપરાથી દૂર જઈ રહ્યાં છીએ? લોકમેળામાં પરંપરા ભૂલી યુવતીઓના ડાન્સને પ્રાધાન્ય કેમ અપાયું? કોની મંજૂરીથી લોકમેળામાં યુવતીઓના ડાન્સનું કરાયું આયોજન?
કાર્યવાહી કરવાની કલેક્ટરની બાંહેધરી
પ્રસિધ્ધ તરણેતરના મેળામાં કેટલીક યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરાવવાનો મામલો સામે આવ્યો. વીડિયો વાયરલ થતા આખા મામલાને લઇને લોકોનો આક્રોશ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે અધિક કલેક્ટર આર. એમ. ઓઝાની પ્રતિક્રિયા સામે આવી. અધિક કલેક્ટરે જણાવ્યું કે આ વીડિયો મોર્ફ કરેલો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે તો સાથે જ તેમણે જણાવ્યું કે તરણેતર મેળાનું આયોજન ગ્રામ પંચાયત કરે છે, જો પ્લોટમાં આવી પ્રવૃતિ થઈ હશે તો અમે પ્લોટધારક સામે કાર્યવાહી કરીશું. શરતોનો ભંગ થયો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી પણ અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
ઉલ્લેખનીય છે કે 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં ભોજપુરી ડાન્સના વીડિયોથી લોક સંસ્કૃતિ ભુલાતી નજરે પડી. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળાની એક અલગ જ ઓળખ છે. પરંતુ હવે સમય બદલાતા તરણેતર મેળામાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે. ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.