બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાયલામાં યુવાનોએ હથિયારો લહેરાવ્યાં, વીડિયો વાયરલ થતાં જેલભેગા
Last Updated: 11:12 PM, 6 November 2024
રાજ્યમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈ સવાલ ઉઠે તેવો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં યુવાનનો હથિયાર સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે શખ્સને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
ADVERTISEMENT
સાયલામાં યુવાનોએ હથિયારો લહેરાવ્યાં, વીડિયો વાયરલ થતાં જેલભેગા pic.twitter.com/qYDfUn06M4
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 6, 2024
યુવાનોનો હથિયાર સાથેનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
પોલીસે હથિયાર સાથે વીડિયો બનાવનાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીએ ધનજી ઉઘરેજા, મગન ઉઘરેજાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવાર નવાર આવા તત્વોનો સિન સપાટાના વીડિયો વાયરલ થતા હોય છે અને જે પછી પોલીસ કાર્યવાહીનો ધમધમાટ કરતી હોય છે.
આ પણ વાંચો: ભૂપેન્દ્ર સરકારની 'ક્લીન ડ્રાઈવ', સરદાર સરોવર નિગમના ભ્રષ્ટ એન્જિનિયરને ઘરભેગા કર્યાં
હથિયાર સાથે વીડિયો બનાવનાર શખ્સો ઝડપાયા
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક કોઈ પણ જાતના ડર વિના સરા જાહેરમાં બંદૂક બતાવી રહ્યો છે. જો કે, તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ સતર્ક બની હતી અને ગણતરીના કલાકોમાં શખ્સનો જેલ હવાલે કરી દીધો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.