બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar, Mera village, Police, woman death, Patdi, seriously injured
Mahadev Dave
Last Updated: 06:28 PM, 10 June 2022
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના પુરાવારૂપ વધુ એક હત્યાની લોહિયાળ ઘટના પ્રકાસમાં આવી છે. રાત્રિના સમયગાળા દરમીયાન પાટડી તાલુકાના મેરા ખાતે દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેરહેમીથી મહિલાનું ગાળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે જ્યારે મૃતક મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
ADVERTISEMENT
છરીના આડેધડ ઘા ઝીંકી મહિલાનું ઢીમ ઢાળી દેવાયું
સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામ મેરામાં ખૂની ખેલ ખેલાયો છે. રાત્રિના સમયે પાલા વાઘેલા તથા તેમના પત્ની ગંજરાબેન વાઘેલા પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા હતા આ દરમિયાન એકાએક ઘરમાં ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ ખુન્નસ સાથે દંપતિ પાર હુમલો કર્યો હતો. જ્યાં છરીના આડેધડ ઘા ઝીંકી ઘરમાં મહિલાનું ગાળું કાપી ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું જ્યારે પાલાભાઇ વાઘેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયા હતા. આ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી છૂટયા હતા. આ અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તે તાત્કાલિક દોડી ગયા હતા. જ્યાં લોહિના ખાબોચિયા સહિતની સ્થિતિ જોઈ સ્થાનિકો પણ હેબતાઇ ગયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલ પાલાભાઇને મહેસાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઇ હતી.
ધારાસભ્ય નૌશાદ સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા
આ મામલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સો મણના સવાલ ઊભો થયો છે. વધુંમાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને વિક્રમ રબારી સહિતના કોંગ્રેસી આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તથા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલીસ સ્ટાફે ગામમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. મેરા ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. દલીત દંપતિ પર હુમલાની ઘટનાથી સનસનાટી મચી છે અને સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા અને હત્યાનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેમ ચોરી, લૂંટ, ફાયરિંગ, મારામારી બાદ હવે ક્રૂરતા સાથે હત્યાની ઘટના પણ જાણે આમ બાબત બની ગઈ હોય તેમ અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ કયા છે? તેવો લોકોમાં અણીયારો સવાલ ઊભો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT