બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? આ જિલ્લાઓમાં મેઘરાજાની 'ભારે' થપાટ, જુઓ તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

અપડેટ / ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? આ જિલ્લાઓમાં મેઘરાજાની 'ભારે' થપાટ, જુઓ તસવીરો

Last Updated: 09:16 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં જતા ચોમાસાએ ફરી એકવાર જમાવટ કરી છે, સુરેન્દ્રનગર, જેતપુર, દ્વારકા, અમરેલી, દ્વારકા, જામનગરમાં વરસાદ વરસ્યો છે

1/5

photoStories-logo

1. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ચોટીલા, પાટડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ દસાડા, વઢવાણના ટીબા સહિતના ગામોમાં વરસાદ ધમધોકાર બેટિંગ કરી છે. જેના પગલે કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાની જવાની ભીંતિ સેવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જેતપુરમાં સતત ત્રણ દિવસથી વરસાદ

જેતપુર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેર તેમજ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેતલસર, ડેડરવા, પીઠડીયા, મંડલિકપુર સહિત ગામમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ખંભાળિયામાં સતત બીજા દિવસે વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરના રામનાથ સોસાયટીનો મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર વિસ્તારમાં પણ વરસાદે જોરદાર જમાવટ કરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાવરકુંડલામાં ધોધમાર વરસાદ

અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેના પગલે પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદ

જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ તાલુકાના નવાગામ, ધૂન ધોરાજી, મોટીવાવડી, જામવાડી, માછરડા, પાચદેવડા, સહીતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે, કેમ કે ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા હતા. અંદાજીત 2 ઇંચથી વધુ વરસાદ પડતાં ખેતરોમાં પણ પાણી ભરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain Update Surendranagar Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ