બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હીટવેવના પગલે જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર, નોટ કરી લો નવો ટાઈમ
Last Updated: 05:38 PM, 20 April 2025
હીટવેવના અનુસંધાને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હાલમાં યલો એલર્ટ તથા ઓરેંજ એલર્ટજાહેર કર્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 42 સે. થી 44 સે. તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં હિટવેવની ચેતવણી આપવામાં આવેલ છે.
ADVERTISEMENT
જાહેર જનતા વિષયક કામગીરી સબંધે સમયમાં ફેરફાર
ADVERTISEMENT
હીટવેવથી થતી વિપરિત અસરો નિવારી શકાય તે માટે જરૂરી પગલા લેવાના ભાગરૂપે કલેકટર કચેરી તથા તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઇ-ધરા કેન્દ્રો, આધારકેન્દ્રો તેમજ બેન્ક અને પોસ્ટઓફિસના તમામ આધારકેન્દ્રો ખાતે જાહેર જનતા વિષયક કામગીરી સબંધે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીઓના જામીન મંજૂર
સમયની અમલવારી તા15/06/2025 સુધી કરવામાં આવશે
જે મુજબ જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલના સમય સવારના 10.30 થી 6.10ના બદલે સવારના 9.00 થી 1.00 તથા બપોરબાદ 4.00 થી 6.00 સુધી નકકી કરવામાં આવ્યો છે. સમયની અમલવારી તા.21/04/2025થી તા.15/06/2025 સુધી કરવામાં આવશે. જનસેવા કેન્દ્રની કામગીરી સાથે સંબંધિત જાહેર જનતા તથા અધિકારી/કર્મચારીઓને આ સમયગાળાની નોંધ લેવા સૂચિત કરવામાં આવ્યું છે. તેમજ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જનસેવા કેન્દ્રમાં આ સમયગાળા દરમિયાન કામગીરી કરવાની રહેશે તેમ નિવાસી અધિક કલેકટર આર. કે.ઓઝાની યાદીમાં જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.