સુરેન્દ્રનગર: આઇસ્ક્રીમ પાર્લરના માલિકે ઉધાર ન આપતા અસામાજીક તત્વોએ કરી તોડફોડ

By : kavan 02:24 PM, 10 October 2018 | Updated : 02:24 PM, 10 October 2018
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આઈસ્ક્રીમના પાર્લરમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે. આઈસ્ક્રીમના પાર્લરમાં વેપારીએ ઉધાર ન આપતા અસાજીક તત્વોએ તોડફોડ કરી હતી. આ સાથે જ વેપારીને દુકાન નહીં ખોલવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ મામલે ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે CCTVના આધારે તપાસ હાથધરી છે.
  આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલ એક આઇસ્ક્રીમ પાર્લરમાં અસામાજીક તત્વોએ ગતરોજ આતંક મચાવ્યો હતો. આઇસ્ક્રીમના વેપારીએ દુકાને આવેલા શખ્સને ઉધારમાં વસ્તુ નહીં આપતા તે શખ્સે આઇસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી. 

આ સાથે જ પાર્લરના વેપારીને દુકાન નહીં ખોલવાની ધમકી પણ આપી હતી. જો કે, આ ઘટના અંગેની ફરિયાદ વેપારીએ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ધ્રાગધ્રા પોલીસે પાર્લરમમાં લગાવેલ CCTV તપાસ્યા હતા અને દાદાગીરી કરતા શખ્સની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story