પાટડી નજીક ડીઝલ ભરેલ ટેન્કર પલટ્યું, સ્થાનિક લોકોએ કરી પડાપડી

By : kavan 09:42 AM, 04 December 2018 | Updated : 09:44 AM, 04 December 2018
સુરેન્દ્રનગરના એછવાડા નજીક ડીઝલ ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું છે. મળતી માહિતી પ્રમાણે, ટેન્કર પલટી મારી જતા હજારો લીટર ડીઝલ રોડ પર ઢોળાયું છે. જોકે જોત-જોતામાં માહોલ એવો જોવા મળ્યો કે, જેમ પાણી માટે પડાપડી થતી હોય તેમ અહીં ડીઝલ માટે લોકો પડાપડી કરી રહ્યા હતા.કોઈ કેન લઈને તો કોઈ સ્ટિલના વાસણો લઈને ડીઝલ ભરી રહ્યું હતું. કોઈ-કોઈ તો પોતાની ગાડીઓ લઈને જ ડીઝલ ભરવા માટે પહોચી ગયું હતું.. મહિલાઓથી માંડી પુરુષો પણ ડીઝલ  ભરી લઈજઈ રહ્યા હતા.. અને લઈપણ કેમ ન જાય. મોંઘુ ડીઝલ મફતના ભાવે મળતું હોય તો મોકો કોણ મુકવાનું હતું.
  ઉલ્લેખનીય છે કે, પાટડી જિલ્લાના બહુચરાજી હાઇવે પર આવેલ એછવાડા ગામ પાસે રાત્રિના સમયે ડીઝલ ભરેલું ટેન્કર લઇને પસાર થઇ રહ્યું હતું. ત્યારે સામેંથી આવતા વાહનોની લાઇટોથી અંજાઇ જતા ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેન્કર રોડ નીચે ઉતરી જઇને પલ્ટી ખાઇ ગયું હતું.

જો કે, આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને ડીઝલ ભરવા માટે લોકો પડાપડી કરી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોંતી.Recent Story

Popular Story