કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, રવિ પાકને મોટા પાયે નુકસાન

By : kavan 11:17 AM, 30 November 2018 | Updated : 11:17 AM, 30 November 2018
સુરેન્દ્રનગરના વઢવાણના માળોદ અને વાઘેલા ગામ વચ્ચે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરમાં પાણી ફરી વળતા રવિ પાકને નુકસાન થયું છે. કેનાલોની નબળી કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાણપુરના રાજપરા નજીક કેનાલમાં ગાબડું પડવાની ઘટના બનતા પાણીનો મોટો જથ્થો ભાદર નદીમાં વહી ગયો હતો. એક તરફ ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતાં રાજ્યભરના ઘણાં પ્રદેશમાં પાણીની તંગી જોવા મળી છે. તો આ તરફ સરદાર સરોવર ડેમમાં પણ પાણી ઓછું છે ત્યારે આ પ્રકારના ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેતા કેનાલ બનાવવાની કામગીરીમાં લોલમલોલ થયું હોવાનું સામે આવ્યું છે.
  આપને જણાવી દઇએ કે, વારંવાર પડતાં ગાબડાંને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે કેનાલમાં ગાબડા પડવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ અને વાઘેલ ગામ નજીક રહેલ નર્મદાની કેનાલમાં ગાબડું પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગાબડું પડવાને કારણે કેનાલની આસપાસ રહેલા ખેડૂતોના ખતરમાં પાણી ફરી વળ્યા હતા. પાણીનો જથ્થો વધુ હોવાથી પાકને મોટા પાયે નુકસાન થયું હતું. આ બનાવને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. Recent Story

Popular Story